Friday, October 18, 2024
Homeરાજ્યજામનગરમોટી ખાવડી ગામમાંથી ડિગ્રી વગરનો ડોકટર ઝડપાયો

મોટી ખાવડી ગામમાંથી ડિગ્રી વગરનો ડોકટર ઝડપાયો

જામનગર એસઓજી પોલીસ દ્વારા દવા, સાધનો સહિતનો મુદ્દામાલ કબ્જે

- Advertisement -

જામનગર એસઓજી પોલીસે મોટી ખાવડી ગામમાંથી બોગસ તબીબને ઝડપી લઇ દવાઓ, બીપી માપવાનું મશીન સહિત કુલ રૂા.3515 નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામનગરમાં મોટી ખાવડી ગામની મેઈન બજારમાં બીજોન બીશ્ર્વાસ નામનો શખ્સ મેડીકલ ડોકટરની ડિગ્રી ધરાવતો ન હોવા છતાં બિશ્ર્વાસ હોસ્પિટલ નામનું દવાખાનું ખોલી દર્દીઓને તપાસી અલગ અલગ પ્રકારની દવાઓ તેમજ ઈન્જેકશનો આપી બાટલા ચડાવી પૈસા વસૂલતો હોવાની જામનગર એસઓજીના બળભદ્રસિંહ જાડેજા, વિરેન્દ્રસિંહ જાડેજા તથા તૌસિફભાઈ તાયાણીને મળેલી બાતમીના આધારે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુની સૂચના અને એસઓજીના પીઆઈ બી. એન. ચૌધરી તથા પીએસઆઈ એલ.એમ.ઝેરના માર્ગદર્શન હેઠળ એસઓજી સ્ટાફ દ્વારા રેઈડ દરમિયાન બીજોન ભગીરથ બિશ્ર્વાસ નામના શખ્સને ઝડપી લઇ તેના કબ્જામાંથી જુદી જુદી કંપનીની દવાઓ, સ્ટેટોસ્કોપ, બીપી માપવાનું મશીન સહિતના સાધનો મળી કુલ રૂા. 3515 નો મુદ્દામાલ કબ્જે કરી આરોપી વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular