Thursday, September 19, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાંથી ક્રિકેટનો જૂગાર રમાડતો શખ્સ ઝબ્બે

જામનગરમાંથી ક્રિકેટનો જૂગાર રમાડતો શખ્સ ઝબ્બે

20-20 ક્રિકેટ મેચના પ્રસારણ ઉપર રનફેરનો જૂગાર : અન્ય બે શખ્સોની સંડોવણી ખુલ્લી

- Advertisement -

જામનગર શહેરમાં ગોકુલનગર રડાર રોડ પર જાહેરમાં આઈપીએલ 20-20 ક્રિકેટ મેચના પ્રસારણ ઉપર રનફેર તથા હારજીત કરાવતા શખ્સને રૂા.10000 ની કિંમતના મોબાઇલ ફોન સાથે સિટી સી ડીવીઝન પોલીસ સ્ટાફે ઝડપી લીધો હતો.

- Advertisement -

દરોડા અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં ગોકુલનગર રડાર રોડ પર આવેલી સાયોના શેરીમાં જાહેરમાં ભારતમાં રમાતી આઈપીએલ 20-20 ક્રિકેટ મેચમાં દિલ્હી અને લખનઉ વચ્ચેની ક્રિકેટ મેચના પ્રસારણ ઉપર રનફેર અને હારજીતના સોદા કરતા લાખા નથુ ગોરિયા નામના શખ્સને રેઈડ દરમિયાન સીટી સી ડીવીઝન પોલીસ સ્ટાફે ઝડપી લીધો હતો પુછપરછ હાથ ધરતા આ સોદાની કપાત રવિ કનારા અને ભીમા કરમુર પાસે કરતો હોવાની કેફિયતના આધારે પોલીસે ત્રણ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી લાખાની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular