જામનગરમાં એક વર્ષથી નાસતા ફરતા દારૂના ગુનાના આરોપીને પેરોલ ફર્લો સ્કવોર્ડે જામનગરમાંથી જ દબોચી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. અમરેલી જિલ્લાના બાબરા પોલીસ સ્ટેશનમાં વાયર ચોરીના ગુનામાં વોન્ટેડ આરોપીઓને જામનગર પોલીસે મોટી ખાવડીમાંથી ઝડપી લીધો હતો.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના પંચ બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ઈંગ્લીશ દારૂના ગુનામાં એક વર્ષથી નાસતા ફરતા વોન્ટેડ આરોપી અંગેની પેરોલ ફર્લો સ્કવોર્ડના ભરત ડાંગર, ગોવિંદ ભરવાડ, સલીમ નોયડાને મળેલી બાતમીના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી પીએસઆઈ એમ.વી. ભાટીયા, એએસઆઈ ગોવિંદભાઈ ચૌહાણ, લખધીરસિંહ જાડેજા, કરણસિંહ જાડેજા, ગજેન્દ્રસિંહ જાડેજા, હેકો સલીમભાઈ નોયડા, ભગીરથસિંહ સરવૈયા, ભરત ડાંગર, રણજીતસિંહ પરમાર, મહિપાલભાઇ સાદિયા,તથા પો.કો. ધર્મેન્દ્રભાઈ વૈષ્ણવ, હેકો અરવિંદગીરી ગોસાઈ, એલસીબી હેકો નિર્મળસિંહ જાડેજા, પો.કો. બળવંતસિંહ પરમાર સહિતના સ્ટાફે વોચ ગોઠવી દિ.પ્લોટ 58 વિસ્તારમાં હિંગળાજ ચોકમાંથી ગૌતમ ઉર્ફે ભીખો ડોંડો નામના શખ્સને દબોચી લીધો હતો તેમજ પંચ બી ને સોંપવા તજવીજ હાથ ધરી હતી.
બીજો દરોડો, અમરેલી જિલ્લાના બાબરા પોલીસ સ્ટેશનમાં વર્ષ 2023 માં નોંધાયેલા વાયર ચોરીના ગુનામાં એક વર્ષથી વોન્ટેડ રહેલા આરોપી અંગેની પેરોલ ફર્લો સ્કવોર્ડના રણજીતસિંહ પરમાર, ધર્મેન્દ્રસિંહ જાડેજા, ગજેન્દ્રસિંહ જાડેજા, લખધિરસિંહ જાડેજા, કરણસિંહ જાડેજા, ધર્મેન્દ્ર પટેલને મળેલી સંયુકત બાતમીના આધારે પીએસઆઈ એમ.વી. ભાટીયા તથા સ્ટાફે જામનગર જિલ્લાના મોટી ખાવડી ગામમાંથી વોન્ટેડ આરોપી ગુલાબ ભગવાનજીભાઇ પરમારને દબોચી લઇ બાબરા પોલીસ સ્ટેશનને સોંપવા તજવીજ હાથ ધરી હતી.