Monday, December 23, 2024
Homeરાજ્યહાલારહજામચોરામાં ગુમસુમ રહેતાં યુવકની ગળેફાંસો ખાઇ આત્મહત્યાથી અરેરાટી

હજામચોરામાં ગુમસુમ રહેતાં યુવકની ગળેફાંસો ખાઇ આત્મહત્યાથી અરેરાટી

મગજની તકલીફના કારણે ગુમસુમ રહેતો : ગુરૂવારે તેના ઘરે વાયર વડે ગળેટુંપો દઇ જીંદગી ટુંકાવી : પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઇ

- Advertisement -

ધ્રોલ તાલુકાના હજામચોરા ગામમાં રહેતા યુવકને મગજની તકલીફ હોવાથી ગુમસુમ રહેતો હતો દરમ્યાન ગુરૂવારે સાંજના સમયે તેના ઘરે છતના હુકમાં વાયર વડે ગળેફાંસો ખાઇ આત્મહત્યાના કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.

- Advertisement -

બનાવની વિગત મુજબ ધ્રોલ તાલુકાના હજામચોરા ગામમાં રહેતા અને સેવા પૂજા કરતાં ચતુરગર મૈયાગર ગોસાઇ નામના વૃધ્ધનો પુત્રનો કુલદિપ ચતુરગર ગોસાઇ ઉ.વર્ષ 23 નામના યુવાને મગજની તકલીફ હતી અને છેલ્લા પાંચ -છ ક્ષિદવસથી ગુમસુમ રહેતો હતો તે દરમ્યાન ગુરૂવારે સાંજના સમયે તેના ઘરના છતના હુકમાં વાયર વડે ગળે ફાંસો ખાઇ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ યુવકને સારવાર માટે જોડિયાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્ય હતો. જયાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજયાનું ફરજ પરના તબીઓએ જાહેર કર્યુ હતુું.આ અંગેની મૃતકના પિતા દ્વારા જાણ કરવામાં આવતા હે.કો. કે.ડી. કામરીયા તથા સ્ટાફે હોસ્પિટલે પહોંચી જઇ મૃતદેહનો કબજો સંભાળી પીએમ માટે મોકલી આગળની તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular