Tuesday, February 18, 2025
Homeરાજ્યહાલારજામનગર તાલુકાના સિકકામાં આશાસ્પદ યુવકની આત્મહત્યા

જામનગર તાલુકાના સિકકામાં આશાસ્પદ યુવકની આત્મહત્યા

અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઇ જીંદગી ટૂંકાવી :સારવાર કારગત ન નિવડી : પોલીસ દ્વારા મૃતદેહનો કબજો સંભાળી કારણ જાણવા તપાસ

- Advertisement -

જામનગર તાલુકાના સિકકા ગામમાં રહેતા યુવકે અગમ્ય કારણોસર જીંદગીથી કંટાળીને તેના ઘરે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે કારણ જાણવા તપાસ હાથ ધરી હતી.

- Advertisement -

મળતી વિગત મુજબ જામનગર તાલુકાના સિકકા ગામમાં શ્રીજી સોસાયટી વિસ્તારમાં રહેતો અને મજૂરી કામ કરતાં હમજાભાઇ જાકુબભાઇ સંઘાર ઉ.વર્ષ 19 નામના યુવકે ગુરૂવારે બપોરના સમયે તેના ઘરે અગમ્ય કારણોસર જીંદગીથી બકંટાળીને ગળેફાંસો ખાઇ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ યુવકને બે શુધ્ધ હાલતમાં નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જયાં તેનું મોત નિપજયાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના ભાઇ સુલેમાન દ્વારા જાણ કરાતાં હે.કો. ડી.એલ. કંચવા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ માટે મોકલી આત્મહત્યા કયા કારણોસર કરી તે અંગેની તપાસ માટે તજવીજ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular