Wednesday, December 4, 2024
Homeરાજ્યહાલારસડોદર નજીક બાઇક સવાર તરૂણે કાબુ ગુમાવતાં ખાડામાં ખાબકતા મોત

સડોદર નજીક બાઇક સવાર તરૂણે કાબુ ગુમાવતાં ખાડામાં ખાબકતા મોત

ગુરૂવારે સવારના સમયે ધુનધોરાજી માર્ગ પર અકસ્માત : ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો : પોલીસ દ્વારા મૃતદેહનો કબજો સંભાળી કાર્યવાહી

- Advertisement -

જામજોધપુર તાલુકના સડોદર ગામથી ધુનધોરાજી જવાના માર્ગ પર વાડી વિસ્તાર નજીક બાઇક પરનો કાબુ ગુમાવી દેતાં ખાડામાં પટકાતા ગંભીર ઇજા પહોંચતા તરૂણનું મોત નિપજયાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.

- Advertisement -

અકસ્માતના બનાવની વિગત મુજબ જામજોધપુર તાલુકાના સડોદર ગામમાં રહેતા અને મજુરી કામ કરતાં હેમતભાઇ મુધંવા નામના યુવાનનો પુત્ર કનાભાઇ હેમતભાઇ મુંધવા ઉ.વર્ષ 17 નામનો તરૂણ ગુરૂવારે સવારના 8-30 વાગ્યાના અરસામાં પુનાભાઇનું જી.જે.-3એચએલ 2027 નંબરનું બાઇક ડ્રાઇવીંગ લાયસન્સ વગર લઇને જતો હતો તે દરમ્યાન સડોદરથી ધુનધોરાજી ગામ તરફ જવાના માર્ગ પરના વાડી વિસ્તાર નજીક પહોંચ્યો ત્યારે બાઇક પરનો કાબુ ગુમાવી દેતાં બાઇક રોડ પરથી નીચે ખાડામાં ખાબકયું હતું ત્યાં તરૂણને શરીરે અને માથામાં ગંભીર ઇજા પહોંચી હતી. ત્યારબાદ ઇજાગ્રસતને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્ય હતો. જયાં તેનું મોત નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના પિતા હેમતભાઇ ોદ્વારા જાણ કરાતા પીએસઆઇ આર.એલ. ઓડેદરા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબજો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular