જી.આઈ.ડી.સી. પ્લોટ અને શેડ હોલ્ડર્સ એસોસીએશન (દરેડ) અને લધુ ઉદ્યોગ ભારતી દ્વારા તા. 4 થી 7 જાન્યુઆરી જામનગર ટેક – ફેસ્ટ ર0ર4નું આયોજન જામનગરમાં જી.આઈ.ડી.સી. પ્લોટ અને શેડ હોલ્ડર્સ એસોસિએશન (દરેડ)અને લઘુ ઉદ્યોગ ભારતી દ્વારા વધુ એક્વાર જામનગર ટેક- ફેસ્ટ ર0ર4નું આયોજન આગામી તા.4 થી 7 જાન્યુઆરીના રોજ કરવામાં આવ્યું છે.
જી.આઈ.ડી.સી. ફેસ 3 રાજકોટ ખંભાળીયા બાયપાસ રોડ પર યોજાયેલો આ ટેક-ફેસ્ટનું આયોજન કરવામાં આવેલ છે. આ મેગા ફેરમાં રપ0-300 સ્ટોલ હશે, જેમાં દેશભરના ઉદ્યોગકારો દ્વારા તેમની પ્રોડકટસ અને અદ્યતન મશીનરીનું પ્રદર્શન કરવામાં આવશે.
જામનગરમાં છેલ્લા પ0 વર્ષથી 10 હજારથી વધુ બ્રાસપાર્ટના નાના – મોટા ઉદ્યોગો કાર્યરત છે.જી.આઈ.ડી.સી. પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસોસિએશન દ્વારા જામનગરના ઉદ્યોગોને નવી ટેકનોલોજી અંગે માર્ગદર્શન અને નવીનિકરણ કરી શકે તે હેતુથી ઔદ્યોગિક પ્રદર્શન કરવામાં આવ્યું છે, જેમાં અનેક નાની-મોટી ઔદ્યોગિક સંસ્થાઓ પણ જોડાયેલી છે.
જેમાં ગુજરાત પોલ્યુસન કંટ્રોલ બોર્ડ, ઈન્ડસ્ટ્રીયલ એક્સટેન્સન બ્યુરો ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલોપમેન્ટકોર્પોરેશન, મીનીસ્ટ્રી ઓફ એમ઼એસ.એમ઼ઈ ગર્વર્મેન્ટ ઓફ ઈન્ડીયા, ગુજરાત એનર્જી ડેવલોપમેન્ટ એજન્સી, ધી નેશ્નલ સ્મોલ ઈન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લીમીટેડ,ફેડરેશન ઓફ ઈન્ડસ્ટ્રીઝ એસોસીએશન ગુજરાત, જામનગર ચેમ્બરઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ, રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડઈન્ડસ્ટ્રીઝ, રાજકોટ એન્જીનિયરીંગ એસોસિએશન, જામનગર એકઝીમ મેટલ મરચન્ટ એસોસિએશન, જામનગર બ્રાસ ફાઉન્ડ્રી એસોસિએશન, મશીન ટુલ્સ મેન્યુફેકચર્સ એસોસિએશન, જામનગર ઈલેકટ્રોપ્લેટર્સ એસોસિએશન, સાપર વેરાવલ ઈન્ડસ્ટ્રીયલ એસોસિએશન, જી.આઈ.ડી.સી. (લોધીકા) ઈન્ડસ્ટ્રીયલ એસોસિએશન, જામનગર સહકારી ઉદ્યોગ સંગ લીમીટેડ, સાઉથ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ પણ ભાગ લઈ રહી છે. સમગ્ર આયોજનને ઈન્ડસ્ટ્રીયલ કમીશ્નરેટ ગવર્નમેન્ટ ઓફ ગુજરાતનો સહયોગ મળી રહયો છે.
આ આયોજન જી.આઈ.ડી.સી. પ્લોટ અને શેડ હોલ્ડર્સ એસોસિએશન (દરેડ) અને લઘુ ઉદ્યોગ ભારતી સાથે સનલાઈન ઈન્ફોટેક ઈવેન્ટ ઈન્ડીયા જોડાયેલ છે. આ જામનગર ટેક ફેસ્ટ તા.4 જાન્યુઆરીના રોજ સવારે 9:30 કલાકે નવતનપુરી ધામના આચાર્ય, કૃષ્ણપ્રણામી સંપ્રદાય, જગતગુરૂ 108 શ્રી કૃષ્ણમણિજી મહારાજના આર્શિવચન સાથે ગુજરાત રાજયના કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ અને જામનગર અને દેવભુમિ દ્વારકા જીલ્લાના સાંસદ પૂનમબેન માડમ ખૂલ્લો મુકશે. આ પ્રસંગે ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, ધારાસભ્ય રીવાબા જાડેજા, ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા સહીતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે. તેમજ આપણા જે.એમ઼સી. કમિશ્નર ડી.એમ઼ મોદી અને આપણા એસ.પી પ્રેમ સુખ ડેલુ પણ હાજરી આપવાના છે.તેમજ ચેમબર ઓફ કોર્મસના પ્રમુખ બિપેન્દ્રસિંહ જાડેજા પણ હાજર રહેવાના છે.
સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા જી.આઈ.ડી.સી. પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસોસિએશનના પ્રમુખ દિનેશભાઈ ડાંગરીયા, મંત્રી વિશાલભાઈ લાલકીયા સહમંત્રી વિપુલભાઈ હરીયા, ખજાનચી દિનશેભાઈ નારીયા, લઘુ ઉદ્યોગ ભારતીના પ્રમુખ રાજેશભાઈ ચોવટીયા, ઈવેન્ટ ચેરમેન જીગ્નેશભાઈ વિરાણી, ઈવેન્ટ વાઈસ ચેરમેન કેતનભાઈ બોરસદીયા સાથે બન્ને સંસ્થાઓની સમિતિના સભ્યો જહેમત ઉઠાવી રહયા છે.
આશરે ર મહીનાથી બન્ને એસોસિએશનની કારોબારીના સભ્યો ખંભે ખંભો મીલાવીને જહેમત ઉઠાવી રહયા છે. જેમાં પ0 થી 60 સભ્યોની ટીમ છે. આ એકઝીબીશન લગભગ પ0,000 મીટરમાં આયોજન કરવમાં આવેલ છે. 13 ડોમ સાથે અલગ-અલગ નવી મશીનરી, ટેકનોલોજીના લાઈવ મશીન જોવા મળશે તેમજ અલગ-અલગ ઈન્ડેકશન કંપનીઓ પોતાની ટેકનોલોજી માહિતગાર કરશે.તેમ સંસ્થાના સહમંત્રી વિપુલભાઇ વી. હરિયાની યાદીમાં જણાવાયું છે.