Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરજામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ઘરફોડ ચોરી કરતી ગેંગ ઝડપાઇ

જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ઘરફોડ ચોરી કરતી ગેંગ ઝડપાઇ

- Advertisement -

જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ઘરફોડ ચોરી કરતી ગેંગના ત્રણ શખ્સોને જામનગર એલસીબી પોલીસે રોકડ રકમ, મોબાઇલ ફોન તથા મોટરસાઈકલ સહિત કુલ રૂા.1,26,250 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામનગર શહેર વિસ્તારમાં મંદિરોમાં ચોરી તથા ઘરફોડ ચોરીના ગુના નોંધાયા હોય આ કેસમાં આરોપીઓની શોધખોળ માટે એલસીબી પોલીસ પેટ્રોલિંગમાં હતી આ દરમિયાન જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં દિવસ દરમિયાન ઘરફોડ ચોરી કરતી ગેંગના ત્રણ સભ્યો હાલમાં દરેડ ગામ પાસે હોવાની એલસીબીના હેકો ધાનાભાઈ મોરી, વનરાજભાઈ મકવાણા, અરજણભાઈ કોડીયાતર તથા મયુદ્દીન સૈયદને મળેલ બાતમીના આધારે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુની સૂચના અને એલસીબીના પીઆઈ જે.વી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ એલસીબીના પીએસઆઇ આર.કે. કરમટા, એસ.પી. ગોહિલ, પી.એન. મોરી તથા સ્ટાફના સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, દિલીપભાઈ તલવાડિયા, હરદીપભાઈ ઘાઘલ, વનરાજભાઈ મકવાણા, ધાનાભાઈ મોરી, હિતેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઈ કોડીયાતર, મયુદીનભાઈ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, કિશોરભાઈ પરમાર, હરદીપભાઇ બારડ, ઋષિરાજસિંહ વાળા, મયુરસિંહ પરમાર, કલ્પેશભાઈ મૈયડ, ધર્મેન્દ્રસિંહ જાડેજા, દયારામ ત્રિવેદી, બિજલભાઈ બારાસરા સહિતના સ્ટાફ દ્વારા રેઈડ દરમિયાન ભરત ગંભીર પરમાર, રણજીત ઉર્ફે બોડિયો રામજી પરમાર તથા અર્જુન ભગવાનભાઇ ઉર્ફે ભગા વાઘેલા નામના ત્રણ શખ્સોને રૂા.50,500 ની રોકડ રકમ અને રૂા. 10500 ની કિંમતના ત્રણ નંગ મોબાઇલ ફોન તથા રૂા.65000 ની કિંમતનું મોટરસાઇકલ અને રૂા.250 ની કિંમતના ચકરી પાના તથા ડીસમીસ સહિત કુલ રૂા.1,26,250 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતાં અને લાલપુર, કાલાવડ ગ્રામ્ય, પંચ એ તથા ભાણવડ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુનાનો ભેદ ઉકેલાયો હતો.

પકડાયેલ આરોપીઓ પોતાના રહેણાંકથી આજુબાજુના ગામડાઓમાં દિવસ દરમિયાન મહિલાઓને તૂટેલા વાળ લેવા માટે ગામની બજારે બજારે ફરી બંધ મકાનને ટાર્ગેટ કરી મકાનના દરવાજાના નકૂચા તોડી ઘરમાં પ્રવેશ કરી ઘરફોડ ચોરી કરતા હતાં. આરોપી ભરત પરમાર વિરૂધ્ધ અલગ અલગ જિલ્લામાં પંદર ગુના તેમજ રણજીત પરમાર વિરૂધ્ધ પણ ગુજરાતના અલગ અલગ જિલ્લામાં 21 જેટલા ગુનાઓ નોંધાયા છે. તેમજ નરેશ મગન કારડિયા નામનો આરોપી ફરાર હોય તેની શોધખોળ હાથ ધરાઇ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular