જામનગર એલસીબી પોલીસે ખંભાળિયા નાકા નજીક ભવાની પાનની દુકાનમાંથી રૂા.9450 ની કિંમતની 63 નંગ નશાયુકત પીણાની અલગ અલગ બ્રાન્ડની બોટલો ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં ખંભાળિયા નાકા પાસે ભવાની પાનની દુકાનમાં વિશાલ ચંદુ નંદા નામના શખ્સની દુકાનમાં નશાયુકત પીણાની બોટલો હોવાની એલસીબીના હેકો મયુદીનભાઈ સૈયદ તથા અરજણભાઇ કોડીયાતર ને મળેલી બાતમીના આધારે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુની સૂચનાથી એલસીબીના પીઆઇ જે.વી.ચૌધરીના માર્ગદર્શન મુજબ એલસીબીના પીએસઆઇ આર.કે. કરમટા, એસ.પી. ગોહિલ, પી.એન. મોરી તથા સ્ટાફના સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, દિલીપભાઈ તલવાડિયા, હરદીપભાઈ ઘાઘલ, વનરાજભાઈ મકવાણા, ધાનાભાઈ મોરી, હિતેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઈ કોડીયાતર, મયુદીનભાઈ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, કિશોરભાઈ પરમાર, હરદીપભાઇ બારડ, ઋષિરાજસિંહ વાળા, મયુરસિંહ પરમાર, કલ્પેશભાઈ મૈયડ, ધર્મેન્દ્રસિંહ જાડેજા, દયારામ ત્રિવેદી, બિજલભાઈ બારાસરા સહિતના સ્ટાફ દ્વારા રેઈડ દરમિયાન રૂા.9450 ની કિંમતની અલગ અલગ બ્રાન્ડની નશાયુકત પીણાની 63 નંગ બોટલો મળી આવતા કબ્જે કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.