કલ્યાણપુર તાલુકાના નંદાણા ગામે રહેતા રાજેશભાઈ રઘુભાઈ પરમાર નામના 31 વર્ષના યુવાન ગત તા. 27મી ના રોજ રાત્રિના આશરે 10:30 વાગ્યાના સમયે એક આસામીની જીજે-27-વી-9187 નંબરની ઈક્કો મોટરકાર લઈને તેમની સાથે ભાટીયા ગામના દેવાભાઈ હરજીભાઈ ગોરડીયાને સાથે લઈને ભાટીયાથી નંદાણા ગામે મોગલ માતાના દર્શન કરવા જઈ રહ્યા હતા. ત્યારે ભાટીયા બાયપાસ નજીક આવેલી એક હોટલ પાસે પહોંચતા સામેથી પૂરઝડપે અને ગફલતભરી રીતે આવી રહેલા જીજે-10-ટીવી-6875 નંબરના એક ટ્રકના ચાલકે ઈક્કો મોટર કાર સાથે ધડાકાભેર અકસ્માત સર્જ્યો હતો.
આ જીવલેણ ટક્કરમાં રાજેશભાઈ રઘુભાઈ પરમારને ફ્રેક્ચર સહિતની નાની મોટી ઈજાઓ થતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે તેમની સાથે જઈ રહેલા દેવાભાઈ ગોરડીયાને પણ ફ્રેકચર સહિતની ઇજાઓ સાથે સ્થાનિક હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. આ સમગ્ર બનાવ અંગે કલ્યાણપુર પોલીસે દેવાભાઈ હરજીભાઈ ગોરડીયા (ઉ.વ. 47, રહે. ભાટિયા)ની ફરિયાદ પરથી ટ્રકના ચાલક સામે આઈપીસી કલમ 279, 337, 338, 304 (અ) તથા એમ.વી. એક્ટની આગળની તપાસ કરી છે.