Tuesday, December 24, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં રેડીમેઇડ કપડાની દુકાનમાંથી પેન્ટ-શર્ટની ચોરી..!!

જામનગરમાં રેડીમેઇડ કપડાની દુકાનમાંથી પેન્ટ-શર્ટની ચોરી..!!

- Advertisement -

જામનગર શહેરના દિગ્જામ સર્કલ પાસે આવેલી રેડીમેઈડ કપડાની દુકાનમાંથી તસ્કરોએ રૂા.70 હજારની કિંમતના શર્ટ અને પેન્ટની ચોરી કરી ગયાના બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી હતી.

- Advertisement -

જામનગર શહેર અને જિલ્લામાં ઘરફોડ ચોરીના બનાવો સતત વધી રહ્યા છે અને નાઘેડી વિસ્તારમાં બે સપ્તાહ પૂર્વે બંધ મકાનમાંથી તસ્કરોએ રોકડ રકમ અને સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી ગયા હતાં ત્યારબાદ જામનગર શહેરમાં દિગ્જામ સર્કલ પાસે માલધારી હોટલ પાસે આવેલી રાજ કલેકશન નામની કપડાની દુકાનમાં બે સપ્તાહ પૂર્વે રાત્રિના સમયે અજાણ્યા તસ્કરોએ દુકાનનું સટર ઉંચુ કરી પ્રવેશ કરી રૂા.70 હજારની કિંમતના 140 નંગ તૈયાર પૈન્ટ તથા 12 નંગ શર્ટ કપડા ચોરી કરી ગયા હતાં. શહેરમાં થતી ચોરીથી લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. કપડાની ચોરી અંગે દુકાનમાલિક કૈલાશભાઈ માલદે દ્વારા જાણ કરાતા પીએસઆઈ ડી પી ચુડાસમા તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ ગુનો નોંધી ચોરીનો ભેદ ઉકેલવા તપાસ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular