રાજકોટ મધ્યસ્થ જેલમાંથી ફર્લો રજા પરથી નાસતા ફરતા કેદીને જામનગર પેરોલ ફર્લો સ્કવોર્ડે ભૂજ શહેરમાંથી ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, રાજકોટ મધ્યસ્થ જેલના પાકા કામનો કેદી પ્રવિણ ઉર્ફે પોપટ ભવાન મેથાણીયા નામનો શખ્સ જેલમાંથી ફર્લો રજા પરથી ફરાર હોય દરમિયાન પેરોલ ફર્લો સ્કવોર્ડના રણજીતસિંહ પરમાર, લખધીરસિંહ જાડેજા, કરણસિંહ જાડેજા અને ગજેન્દ્રસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુની સૂચના અને એલસીબી પીઆઇ જે.વી. ચૌધરીના માર્ગદર્શન મુજબ પેરોલ ફર્લોે સ્કવોર્ડના પીએસઆઈ એલ.જે.મિયાત્રા, એએસઆઈ ગોવિંદભાઈ ભરવાડ તથા હેકો લખધીરસિંહ જાડેજા, કરણસિંહ જાડેજા, ગજેન્દ્રસિંહ જાડેજા, સલીમ નોયડા, કાસમ બ્લોચ, ભરત ડાંગર, રણજીતસિંહ પરમાર તથા પો.કો. મહિપાલભાઇ સાદિયા, ધર્મેન્દ્રભાઈ વૈષ્ણવ, હેકો અરવિંદગીરી ગોસાઈ, એલસીબીના હેકો નિર્મળસિંહ જાડેજા, પો.કો. બળવંતસિંહ પરમાર સહિતના સ્ટાફ દ્વારા ભૂજ શહેર માર્કેટીંગ યાર્ડ ખાતેથી પ્રવિણ ઉર્ફે પોપટ ભવાન મેથાણિયા નામના શખ્સને ઝડપી લઇ વધુ કાર્યવાહી માટે રાજકોટ મધ્યસ્થ જેલને સોંપી આપ્યો હતો.