ખંભાળિયા તાલુકાના ખજુરીયા ગામે રહેતા લગધીરભાઈ પબાભાઈ ચંદ્રાવાડીયા નાના 34 વર્ષના યુવાને દ્વારા પોતાના રહેણાંક મકાનના હોલમાં રાખવામાં આવેલું આઠ મણ જેટલું જીરુ ગત શનિવારે રાત્રિના સમયે ચોરી કરીને લઈ જવા સબબની ફરિયાદ પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે. આશરે રૂપિયા 60,000 ની કિંમતના આઠ મણ જીરૂની ચોરી થતા પોલીસે આઈ.પી.સી. કલમ 380 તથા 457 મુજબ ગુનો નોંધી, આ પ્રકરણમાં ખજુરીયા ગામના હેજા ઉર્ફ સાજણ ખીમભાઈ ગમારા નામના 24 વર્ષના શખ્સની અટકાયત કરી હતી.