Monday, December 23, 2024
Homeરાજ્યહાલારકલ્યાણપુરમાં મહિલાની હત્યા પ્રકરણમાં આરોપી પતિને આજીવન કારાવાસની સજા

કલ્યાણપુરમાં મહિલાની હત્યા પ્રકરણમાં આરોપી પતિને આજીવન કારાવાસની સજા

દ્વારકાની સેશન્સ અદાલતનો ચુકાદો

- Advertisement -

કલ્યાણપુર તાલુકાના જામદેવળિયા ગામે રહેતા જસમતપરી જેરામપરી ગોસ્વામી દ્વારા પોતાના પત્ની રેખાબેન ઉપર અવારનવાર ચારિત્ર્ય બાબતની શંકા-કુશંકાઓ કરી, તેના દ્વારા પત્ની સાથે ઝઘડો કરવામાં આવતો હતો. એટલું જ નહીં, આરોપી જસમતપરી દ્વારા પોતાના પત્નીને શારીરિક તથા માનસિક ત્રાસ પણ આપી થોડા સમય પૂર્વે જસમતપરીએ રેખાબેનને દોરડા વડે ગળાટુંપો આપી, માથાના ભાગે ત્રીકમનો હાથો મારી હત્યા નીપજાવવાનો બનાવ પ્રકાશમાં આવ્યો હતો.

- Advertisement -

જે સંદર્ભે જેરામગર લખમણગર રામદતી (રહે. ચાસલાણાવાળા)એ જસમતપરી સામે ધોરણસર ફરિયાદ નોંધાવી હતી. જે સંદર્ભે સ્થાનિક પોલીસે ચાર્જસીટ તૈયાર કરી અને દ્વારકાની અદાલતમાં રજૂ કર્યું હતું. આના અનુસંધાને દ્વારકા એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટ દ્વારા સરકારી વકીલ અમિતભાઈ વ્યાસની દલીલોને ગ્રાહ્ય રાખી, આરોપી જસમતપરી ગોસ્વામીને હત્યાના ગુનામાં આજીવન કેદ અને રૂપિયા 10,000 નો દંડ તેમજ સ્ત્રી અત્યાચારના ગુનામાં છ માસની કેદ અને રૂપિયા 1,000 નો દંડ ફટકારતો હુકમ કર્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular