હાલારના સાંસદ પૂનમબેન માડમ ઇન્ટરપાર્લિયામેન્ટરી સેશનમાં ભાગ લેવા માટે બેહરિન જવા રવાના થયા છે. આ ઉપરાંત ત્યારબાદ તેઓ નવીદિલ્હી ખાતે બજેટ સત્રમાં ભાગ લેશે. આથી જામનગરમાં મળી શકશે નહીં. તેમના કાર્યાલય નિયમિત રીતે કાર્યરત રહેશે.
બેહરિન ખાતે યોજાનાર ઇન્ટરપાર્લિયામેન્ટરી યુનિયન સેશનમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવા માટે જામનગર સાંસદ પૂનમબેન માડમની પસંદગી થતાં જામનગરના સંસદસભ્ય પૂનમબેન માડમ બેહરિન (મનામા) ખાતે સેશનમાં ભાગ લેવા માટે રવાના થયા છે. ત્યારબાદ બીજા તબક્કાના તા. 13-3-2023થી શરુ થતાં બજેટસત્રમાં તા. 6-4-2023 સુધી નવીદિલ્હી ખાતે હાજર રહેનાર હોવાથી આ દિવસો દરમિયાન કામકાજના દિવસોમાં જામનગરમાં મળી શકશે નહીં. આઇપીયુ સેશન અને બજેટસત્રના બીજા તબક્કા દરમિયાન જામનગર જિલ્લામાં જામનગર ખાતે અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખંભાળિયા અને ભાણવડ ખાતે સંસદસભ્ય કાર્યાલય સવારે 9:30થી રાત્રે 8:30 સુધી રાબેતા મુજબ નિયમિત રીતે કાર્યરત રહેશે. જામનગર કાર્યાલય : નિયો સ્કવેર, ગ્રાઉન્ડ ફલોર, અંબર સિનેમા પાસે, જામનગર (ફોન 0288-2676688, 2670100, ખંભાળિયા કાર્યાલય : પોસ્ટ ઓફિસ રોડ (ફોન 02833-233388) તથા ભાણવડ કાર્યાલય : વેરાડનાકા બહાર, ભાણવડ (ફોન 02896-232188)નો સંપર્ક કરવા સંસદસભ્ય કાર્યાલયની યાદીમાં જણાવ્યું છે.