Monday, October 14, 2024
Homeરાજ્યજામનગરVideo : ખેડૂતના ચોરાયેલા 95 લાખ પાડોશી વેપારી પાસેથી મળી આવ્યા

Video : ખેડૂતના ચોરાયેલા 95 લાખ પાડોશી વેપારી પાસેથી મળી આવ્યા

કરિયાણાના વેપારીએ બંધ મકાનનો ગેરલાભ ઉઠાવી રોકડ ચોરી કરી : 95 લાખ રોકડા સંબંધીના ખેતરની ઓરડીમાં સંતાડયા : એલસીબી અને કાલાવડ ગ્રામ્ય પોલીસની સંયુકત સરાહનીય કામગીરી

- Advertisement -

કાલાવડ તાલુકાના આણંદપર ગામમાં રહેતાં ખેડૂત યુવાનને હાલમાં જ વેંચાણ કરેલા ખેતીની જમીનના આવેલા 95 લાખ રોકડા તેના ઘરમાંથી ચોરી થયાના બનાવમાં એલસીબીની ટીમે ગણતરીના દિવસોમાં પાડોશી વેપારીને દબોચી લઇ 95 લાખ રોકડા કબ્જે કરી વધુ પૂછપરછ આરંભી હતી.

- Advertisement -

બનાવની વિગત મુજબ, કાલાવડ તાલુકાના આણંદપર ગામમાં રહેતાં દિપકભાઈ ભીખાભાઈ જેસડિયા નામના ખેડૂત યુવાને થોડા માસ પહેલાં સંયુકત ખેતીની જમીન વેંચાણ કરી હતી. આ વેંચાણના આવેલા રૂા.95 લાખ તેના ઘરે કબાટમાં રાખ્યા હતાં. દરમિયાન ગત તા.7 ના રોજ ખેડૂત યુવાન પરિવારના સભ્યો સાથે સગાઈ પ્રસંગે બહાર ગામ ગયા હતાં તે દરમિયાન સાડા ચાર કલાકના સમયમાં મકાનના કબાટમાં રાખેલી રૂા.95 લાખની રોકડ રકમ ચોરી થયાની ઘટનામાં પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુના નેજા હેઠળ સ્ટાફે તપાસ આરંભી હતી. દરમિયાન એલસીબીના પીઆઈ જે.વી. ચૌધરી, પીએસઆઇ આર. કે. કરમટા તથા સ્ટાફના સંજયસિંહ વાળા, દિલીપ તલાવડિયા, હિતેન્દ્રસિંહ જાડેજા, કાસમ બ્લોચને મળેલી સંયુકત બાતમીના આધારે ડીવાયએસપી જે.એન. ઝાલાના માર્ગદર્શન હેઠળ પીઆઈ જે.વી. ચૌધરી, પીએસઆઇ આર.કે. કરમટા, એસ.પી. ગોહિલ, પી.એન. મોરી તથા સ્ટાફના સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, દિલીપભાઈ તલવાડિયા, હરદીપભાઈ ઘાઘલ, વનરાજભાઈ મકવાણા, ધાનાભાઈ મોરી, હિતેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઈ કોડીયાતર, મયુદીનભાઈ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, કિશોરભાઈ પરમાર, હરદીપભાઇ બારડ, ઋષિરાજસિંહ વાળા, મયુરસિંહ પરમાર, કલ્પેશભાઈ મૈયડ, ધર્મેન્દ્રસિંહ જાડેજા, દયારામ ત્રિવેદી, બિજલભાઈ બારાસરા તથા પીએસઆઇ એચ.વી.પટેલ તથા દિગ્વીજયસિંહ જાડેજા, કુલદિપસિંહ જાડેજા, માલદેવસિંહ ઝાલા, ભવદિપસિંહ જાડેજા, યુવરાજસિંહ ગોહિલ, ગોપાલભાઈ, પ્રકાશભાઇ તથા હિતેશ ભેંસદડિયા સહિતના સ્ટાફે વોચ ગોઠવી હતી.

- Advertisement -

દરમિયાન ખેડૂતના ઘરની બાજુમાં જ કરિયાણાની દુકાન ધરાવતો લવજી ગોરધન ગોરસીયા નામના શખ્સ ઉપર શંકા જતા પોલીસે લવજીની અટકાયત કરી પુછપરછ કરતા લવજી પોલીસ સમક્ષ ભાંગી પડયો હતો અને તેણે ખેડૂતના મકાનના તાળા તોડી કબાટ ચાવી વડે ખોલી તેમાંથી 95 લાખની રોકડ રકમ ચોરી કરી ગયો હતો તેમજ માતબર રોકડ રકમ તેના સંબંધીની વાડીના મકાનમાં રહેલી લોખંડની કોઠીમાં સંતાડી રાખી હોવાની કેફિયત આપતા એલસીબીની ટીમે લવજીને સાથે રાખી 95 લાખ રોકડા કબ્જે કરી જંગી રોકડ ચોરીનો ભેદ ગણતરીના દિવસોમાં જ ઉકેલી નાખ્યો હતો. પોલીસે રોકડ રકમ અને આરોપી કબ્જે કરી કાલાવડ ગ્રામ્ય પોલીસને સોંપી આપ્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular