Friday, March 29, 2024
Homeરાજ્યજામનગરગતવર્ષ કરતાં આ વર્ષે જીઆઇડીસીમાં સર્વિસ ચાર્જમાં 3 કરોડનો જંગી વધારો

ગતવર્ષ કરતાં આ વર્ષે જીઆઇડીસીમાં સર્વિસ ચાર્જમાં 3 કરોડનો જંગી વધારો

વર્તમાન હોદેદારો દ્વારા ગેરવહીવટ કરી બોગસ બિલો મૂકી જીઆઇડીસીમાંથી પેમેન્ટ મેળવ્યાનો પૂર્વ હોદેદારોનો આક્ષેપ : સ્પેશ્યલ ઓડિટની માગણી કરાઇ

- Advertisement -

જામનગર જીઆઇડીસી ફેસ-2/3ના એસોસિએશનના પૂર્વ હોદેદારોઅને હાલના હોદેદારો વચ્ચેનો ગજગ્રાહ ચરમસિમાએ પૂર્વ હોદ્ેદારો દ્વારા હાલના હોદેદારો દ્વારા ઉદ્યોગકારો ઉપર ખોટી રીતે ભારણ ઉભું કરી કોન્ટ્રાકટરને લાખો રૂપિયાનો ફાયદો પહોંચાડયા સહિતના આક્ષેપો કરી સ્પેશ્યલ ઓડિટની માગણી કરી હતી. વિવિધ મુદ્દાઓનો ખુલાસો કરવા પૂર્વ હોદેદારો દિલીપ ચંદરીયા તથા દિનેશ ચાંગાણી દ્વારા વર્તમાન હોદેદારોને ચેલેન્જ કરાઇ છે.

- Advertisement -

જામનગર જીઆઇડીસી એસોસિએશનના પૂર્વ હોદેદારો અને વર્તમાન હોદેદારો વચ્ચે લાંબા સમયથી ખેંચતાણ ચાલી રહી છે. પૂર્વ હોદ્ેદારો દ્વારા ભ્રષ્ટાચાર સહિતના અનેક આક્ષેપો કરાયા છે. જીઆઇડીસી એસોસિએશન દ્વારા આ વખતે તોતિંગ વધારાનો ચાર્જ વસુલાયો હોવાનો પણ આક્ષેપ થયો છે. જામનગર જીઆઇડીસી ફેસ-2માં 60 ટકાનો તથા ફેસ-3માં 210 ટકાનો વધારો કરાયાનું જણાવાયું છે. વર્ષ 2019-20ના ઓડિટ અહેવાલમાં લાખો રૂપિયાનું દાન દર્શાવાયું છે. જે હકીકતમાં એસો.ના હોદેદારો દ્વારા દાન બોગસ રીતે ઉભુ કરાયાનું પૂર્વ હોદેદારો દ્વારા જણાવાયું છે. આથી સ્પેશ્યલ ઓડિટની માગણી કરવામાં આવી છે.

આ ઉપરાંત સીઆઇપી પ્રોજેકટનું કામ કૃણાલ ઇન્ફ્રાસ્ટ્રકચર એજન્સીને 60 કરોડના કામોનો વર્ક ઓર્ડર આપ્યો હતો. જે કામો મુખ્યત્વે વરસાદી પાણી, ગટર તથા સ્ટ્રીટલાઇટોના હતાં. તે કામો પાંચ વર્ષ માટે ફ્રી મરામતની શરતે હતાં. આ કામોની પૂર્તતા માટે એજન્સી દ્વારા ઠાગાઠૈયા કરાતાં પૂર્વ હોદેદારો દ્વારા અનેક વખત પત્રો અને નોટિસો પાઠવી હતી. તેમ છતાં સ્ટ્રીટલાઇટ અને રોડ સીલકોટનું કામ એજન્સી પાસે વિનામૂલ્યે મરામત કરવાના બદલે વર્તમાન હોદેદારો દ્વારા અલગ કોન્ટ્રાકટરને કામ આપી મરામત કરાવવામાં આવી હતી. જેના કારણે ઉદ્યોગકારો પાસેથી સર્વિસ ચાર્જમાંથી વસુલ કરવા માટેનો સહમતિ પત્ર પાઠવ્યો હતો. આથી ઉદ્યોગકારો પર ખોટી રીતે ભારણ ઉભું કરી લાખો રૂપિયાનો કોન્ટ્રાકટરને ફાયદો પહોંચાડયો હોય, સ્પેશ્યલ ઓડિટની માગણી કરાઇ છે.

- Advertisement -

વધુમાં પૂર્વ હોદેદારો દ્વારા બે થી ત્રણ વખત એસોસિએશન પાસેથી વૃક્ષારોપણની માહિતી માગી હતી. તે પણ હજૂ સુધી આપવામાં આવી નથી. વર્તમાન હોદેદારો દ્વારા ફેસ-3ના ગંદા પાણીના નિકાલ માટે રૂા. 50 લાખનું મતઘડત રીતે એસ્ટીમેટ બનાવી જીઆઇડીસી કે કોઇપણ એન્જિનિયરની મંજૂરી વગર સરકારના નિયમ મુજબ ઇ-ટેન્ડરીંગ કરવાને બદલે બંધ કવરમાં ભાવ મંગાવ્યા હતાં. જેમાં પ્રથમ લોએસ્ટને કામ આપવાને બદલે સેક્ધડ લોએસ્ટના ઉંચા ભાવવાળાને વર્ક ઓર્ડર આપવામાં આવ્યો હતો. આમ મનઘડત આચરણ કરી ઉદ્યોગકારોના નાણાનો દુરપયોગ કરાતો હોવાનો પણ આક્ષેપ કરાયો છે. વર્ષ 2021-22 કરતાં વર્ષ 2022-23ના સર્વિસ ચાર્જમાં આશરે 3 કરોડ જેવો જંગી વધારો આવવાના કારણે વર્તમાન હોદેદારો દ્વારા ગેરવહીવટ અને મનસ્વી વહીવટ કરી બોગસ બિલો મૂકી જીઆઇડીસીમાંથી પેમેન્ટ મેળવેલ છે. તેવું પૂર્વ હોદેદારોના ધ્યાનમાં આવતાં સ્પેશ્યલ ઓડિટની માગણી મૂકી છે અને વર્તમાન હોદેદારોને ચેલેન્જ કરી આ મુદ્દા ઓ ખોટા હોય તો સ્પેશ્યલ ઓડિટ કરાવી સાબિત કરી બતાવે તેવું જણાવ્યું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular