Thursday, September 19, 2024
Homeરાજ્યજામનગરજામનગર જિલ્લામાં ત્રણ સ્થળે જૂગાર દરોડામાં 20 શખ્સ ઝડપાયા

જામનગર જિલ્લામાં ત્રણ સ્થળે જૂગાર દરોડામાં 20 શખ્સ ઝડપાયા

માધાપરમાંથી છ શખ્સો 55,300 ની રોકડ રકમ સાથે ઝબ્બે : નવા મોખાણામાંથી તીનપતિ રમતા છ શખ્સો 16,780 ની રોકડ રકમ સાથે ઝડપાયા : દિગ્વીજય પ્લોટમાંથી જૂગાર રમતા આઠ શખ્સ ઝબ્બે : છ શખ્સો નાશી ગયા

- Advertisement -

જોડિયા તાલુકાના માધાપર ગામની સીમમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા છ શખ્સોને પોલીસે રૂા.55,300 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં. જામનગર તાલુકાના નવા મોખાણા ગામના વાડી વિસ્તારમાંથી જૂગાર રમતા છ શખ્સોને રૂા.16,780 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં. જામનગર શહેરમાં દિગ્વીજય પ્લોટ 49 વિસ્તારમાં તીનપતિ રમતા આઠ શખ્સોને રૂા.5030 ની રોકડ રકમ સાથે ઝડપી લઈ નાશી ગયેલા છ શખ્સો સહિત 14 શખ્સો વિરુધ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

જૂગાર દરોડાની વિગત મુજબ, જોડિયા તાલુકાના માધાપર ગામની સીમમાં આવેલા ખરાબામાં તીનપતિનો જૂગાર રમાતા સ્થળે સ્થાનિક પોલીસે રેઈડ દરમિયાન સુરેશ પુના જાદવ, વસંત નરશી મેંદપરા, અમૃતલાલ શીવા દેત્રોજા, લાભુભારથી બચુભારથી ગોસાઈ, જયેશ માનસંગ મકવાણા, સવજી કાનજી વિરમગામા સહિતના છ શખ્સોને રૂા.55,300 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

બીજો દરોડો, જામનગર તાલુકાના નવા મોખાણા ગામના વાડી વિસ્તારમાંથી જૂગાર રમતા નાજા માલા વકાતર, મુકેશ ભીખા કંબોયા, દિ5ક ભરત વડેચા, ભરત છગન પાટડિયા, હીરા રમેશ વાઘોણા, નાથા રામ પરમાર નામના છ શખ્સોને પંચ બી ડિવિઝન પોલીસે રેઈડ દરમિયાન રૂા.16780 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

ત્રીજો દરોડો, જામનગર શહેરમાં 49 દિગ્વીજય પ્લોટમાંથી તીનપતિનો જૂગાર રમતા રાજેશ સવજી ચૌહાણ, સંજય મહેશ સોલંકી, વિનોદ ભગવાનજી ચૌહાણ, રમેશ વિશાલ ચૌહાણ, રાજેન્દ્ર પ્રભુ ચૌહાણ, રામભા ઉર્ફે રામુ નારણજી જાડેજા, હમીરજી ઉર્ફે જુવાનસિંહ કરશનજી જાડેજા, રમેશ અરજણ હરબડા નામના આઠ શખ્સોને પોલીસે રેઈડ દરમિયાન રૂા.5030 ની રોકડ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં તેમજ વિસાલ નરશી ચૌહાણ, શિવો પરમાર, ભગતસિંહ રતનસિંહ જાડેજા, સતુભા ઉર્ફે સત્યો જાડેજા, કીરણ ગોવુભા જાડેજા, ભરત ગોવુભા જાડેજા નાશી ગયા હતાં. પોલીસે નાશી ગયેલા છ સહિતના 14 શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular