Wednesday, July 29, 2026
Homeવિડિઓમતવામાં 33 કેવી વિજલાઈન બનતા 3 વર્ષમાં 135 મોરના વિજશોકથી મોત -...

મતવામાં 33 કેવી વિજલાઈન બનતા 3 વર્ષમાં 135 મોરના વિજશોકથી મોત – VIDEO

જામનગર નજીક આવેલા મતવા ગામમાં રાષ્ટ્રીય પક્ષી મોરના મોતની શ્રેણી અટકવાનું નામ લેતી નથી. ગામમાં આવેલી ખાનગી કંપનીની 33 ઊંટ વીજ લાઇનમાં શોક લાગવાના કારણે છેલ્લા ત્રણ વર્ષમાં 165 જેટલા મોરના આકસ્મિક મોત નીપજ્યા છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારના પક્ષીપ્રેમીઓ અને ગ્રામજનોમાં તીવ્ર રોષ વ્યાપી ગયો છે.

- Advertisement -

અગાઉ આ મામલે ગ્રામજનો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી હતી, છતાં પરિસ્થિતિ જસની તસ રહી છે. તંત્રના ઉદાસીન વલણથી નારાજ ગ્રામજનોએ આખરે ચીમકી ઉચ્ચારી છે કે જો આગામી 8 દિવસમાં વીજ લાઇનનું ઇન્સ્યુલેશન કરવા સહિતનો યોગ્ય ઉકેલ નહીં આવે, તો ખાનગી કંપની વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવશે અને ગ્રામજનો કલેક્ટર કચેરી ખાતે ધરણા પર બેસશે.

- Advertisement -

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular