Friday, April 19, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાંથી 10 કરોડની છેતરપિંડી પ્રકરણના મુખ્ય સૂત્રધાર દંપતીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ

જામનગરમાંથી 10 કરોડની છેતરપિંડી પ્રકરણના મુખ્ય સૂત્રધાર દંપતીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ

પોલીસે આ દંપતીને મુંબઇમાંથી દબોચ્યું : ઝડપી લેવા ગયેલી પોલીસ ટીમનો કોરોના રિપોર્ટ નેગેટિવ : હજુ એક શખ્સ ફરાર

- Advertisement -

જામનગર શહેરમાં 10 કરોડથી વધુ રકમની છેતરપિંડી પ્રકરણમાં નાશી ગયેલા દંપતીને પોલીસે મુંબઇમાંથી ઝડપી લઇ જામનગર લઇ આવ્યા બાદ બન્નેનો કોવિડ ટેસ્ટ કરાવાતા પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો. જો કે, ઝડપી લેવા માટે ગયેલી પોલીસ ટીમનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. આ પ્રકરણમાં ઝડપાયેલા દંપતીનો હજુ એક સાગરિત નાસતો ફરે છે. જેની શોધખોળ માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતાં.

- Advertisement -

આ પ્રકરણની વિગત એવી છે કે, જામનગરમાં નિવૃત્ત આર્મીમેન સહિતના લોકોને રોકાણના બહાને લોભામણી સ્કીમ આપી 10 કરોડથી વધુની છેતરપિંડીના ગુનાના મુખ્ય સંચાલક એવા હિરેન મહેન્દ્રભાઈ ધબ્બા અને તેના પત્ની આશાબેન હિરેનભાઈ ધબ્બા કે જેઓ કૌભાંડ આચરીને ભાગી છૂટયા હતાં. જેઓનો મુંબઇથી કબ્જો સંભાળી જામનગર લઇ આવ્યા પછી તેઓના કોવિડ ટેસ્ટની કાર્યવાહી હાથ ધરવામાં આવતા બન્નેના પોઝિટિવ રિપોર્ટ આવ્યા હોવાથી પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. બન્ને હાલ જી.જી.હોસ્પિટલના કોવિડ વોર્ડમાં અલગ બનાવાયેલી કેબિનમાં રાખવામાં આવ્યા છે. જેના પર પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો છે. આરોપી દંપતીને પકડવા ગયેલા જામનગરના પીએસઆઈ રાદડિયા ઉપરાંત સ્ટાફના રવિરાજસિંહ, યુવરાજસિંહ તેમજ હરદીપભાઈ જે તમામના પણ કોવિડ ટેસ્ટ કરાવ્યા હતાં. જો કે, તમામ રિપોર્ટ નેગેટિવ આવ્યા હોવાથી પોલીસે રાહત અનુભવી હતી.

ચિટિંગ પ્રકરણમાં હિરેન ધબ્બા અને તેની પત્ની આશા ધબ્બા ઉપરાંત પિતા મહેન્દ્ર ધબ્બા સહિત સાત લોકો સામે ગુનો નોંધાયો હતો. પોલીસે અગાઉ મહેન્દ્ર ધબ્બા, તોસિફ શેખ, સંગીતા લાલવાણી, હસમુખભાઈ પરમાર વગેરેની ધરપકડ કરી લેવામાં આવી હતી અને તેઓ જેલ હવાલે કર્યા હતાં. ઉપરાંત તપાસ દરમિયાન એજન્ટ તરીકેનું કામ કરતા વધુ બે આરોપીઓ પ્રવિણ ચનાભાઈ ઝાલા અને નવીન નાનજીભાઈ વાઘેલાની પણ ધરપકડ કરી જેલ હવાલે કરી દેવાયા છે. આ પ્રકરણમાં કુલ 6 આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે. ઉપરાંત મુખ્ય સૂત્રધાર દંપતી પણ પોલીસના હાથમાં આવી ગયું છે. હજુ તેનો ભાઈ જય ધબ્બા ફરાર હોવાથી પોલીસ તેને શોધી રહી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular