Thursday, May 22, 2025
Homeરાજ્યજામનગરજી. જી. હોસ્પિટલમાંથી 10 ખાદ્ય પદાર્થના નમૂના લઇ પરિક્ષણમાં મોકલાયા

જી. જી. હોસ્પિટલમાંથી 10 ખાદ્ય પદાર્થના નમૂના લઇ પરિક્ષણમાં મોકલાયા

વિવિધ 12 સ્થળોએથી પનિરના નમૂના લેવાયા : તળાવની પાળ પાસે રિઘ્ધિ સિઘ્ધિ રેસ્ટોરન્ટ તથા પટેલ કોલોનીમાં છાશવાલા ફરિયાદના આધારે વેચાણ બંધ કરાવાયું

જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા શહેરમાં જી. જી. હોસ્પિટલમાંથી 10 ખાદ્ય પદાર્થ તેમજ વિવિધ વિસ્તારોમાંથી 12 જેટલા પનિરના નમૂના લઇ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. આ ઉપરાંત કાલાવડ નાકા બહાર સ્લોટર હાઉસની મુલાકાત દરમ્યાન સ્વચ્છતા જાળવવા સહિતના મુદ્દે સૂચના આપવામાં આવી હતી. લાખોટા તળાવ સામે રિઘ્ધિસિઘ્ધિ રેસ્ટોરન્ટ તથા પટેલ કોલોનીમાં છાશવાલામાં આવેલી ફરિયાદને લઇ ચેકિંગ દરમ્યાન બન્ને પેઢીઓ બંધ કરાવવામાં આવી હતી.

- Advertisement -

જામનગર મહાનગરપાલિકાના કમિશનર ડી. એન. મોદીની સૂચના અને માર્ગદર્શન હેઠળ ફૂડ સેફ્ટી ઓફિસર દ્વારા શહેરમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં કાલાવડ નાકા બહાર સ્લોટર હાઉસ (કુરેશ કસાઇ જમાતખાનું)ની વિઝિટ દરમ્યાન સ્વચ્છતા જાળવવા તથા હાઇજેનિક કંડીશન જાળવી રાખવા તેમજ કોઇપણ પ્રકારનો વેસ્ટ કે પાણી સીધું નદીમાં ન જાય તે માટે તાકીદ કરી હતી. આ ઉપરાંત 8-દિગ્જિય પ્લોટ, લાખોટા તળાવ સામે આવેલા રિઘ્ધિ સિઘ્ધિ રેસ્ટોરન્ટ, રૂદ્ર એપાર્ટમેન્ટના ફલેટધારકો દ્વારા થયેલી ફરિયાદ અનુસંધાને ચેકિંગ હાથ ધરાતા પેઢી બંધ કરાવી રસોડામાં જરૂરી સુધારા વધારા તથા ચિમનીની યોગ્ય વ્યવસ્થ્ાા કરવા તાકિદ કરાઇ હતી. પટેલ કોલોની શેરી નંબર નવમાં આવેલ છાશવાલામાં એક્સપાઇરી ડેટનો માલ વેચવામાં આવતો હોવાની નાગરિકની ફરિયાદ અન્વયે તપાસ હાથ ધરાતા આ ફરિયાદ સત્ય સાબિત થતાં પેઢીનું વેચાણ બંધ કરાવાયું હતું.

આ ઉપરાંત જામનગરની જી. જી. હોસ્પિટલના રસોડા વિભાગમાંથી દેશી ચણાનું શાક, કોબીઝ-બટાટાનું શાક, મગનું રસાવાળું શાક, ભાત, રોટલી, સિંગતેલ (તિલક બ્રાન્ડ કંપની પેક્ડ), પેસ્ચ્યુરાઇઝડ્ હોમો. ટોન્ડ મિલ્ક (કાવેરી બ્રાન્ડ), તૂવેર દાળ, પ્યોર ઘી (અમૂલ), શુઘ્ધ દેશી ગોળ (રાજમણિ બ્રાન્ડ કંપની પેક્ડ) ઉપરાંત તીનબત્તી નજીક પેલેટ વેજ ટ્રેટ, આસોપાલવ ઇન, રેડ ચિલી રેસ્ટોરન્ટ, મદ્રાસ હોટેલ, હોટલ સેલિબ્રેશન, જેઠાલાલ રેસ્ટોરન્ટ, આતિથ્ય રેસ્ટોરન્ટમાંથી પનિરના નમૂના તેમજ પ્રસાદમ્ રેસ્ટોરન્ટમાંથી ડેરી કોન્ટેકટ્સ એનાલોગનો નમૂનો લઇ વડોદરા લેબોરેટરીમાં મોકલવામાં આવ્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular