જામનગર જિલ્લાના લાલપુર પોલીસ વિભાગ હેઠળ આવેલા લાલપુર-મેઘપર (પડાણા), શેઠવડળા અને જામજોધપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં જાન્યુઆરી 2026 થી ઓગસ્ટ 2026 સુધીના આઠ માસના સમય દરમિયાન ઝડપાયેલી ઈંગ્લીશ દારૂની બોટલો-ચપટાઓ અને બીયરોનો નાશ કરવા માટે લાલપુર સબ ડીવીઝનલ મેજીસ્ટે્રટ એસ.જે.અસ્વાર દ્વારા મંજૂરી અપાતા નાયબ પોલીસ મહાનિરીક નિર્લિપ્ત રાયની સૂચનાથી પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈની અને એએસપી પ્રતિભા, જામજોધપુર સબ ડીવીઝનલ મેજીસ્ટે્રટ વાય.એન.બારડ તથા નશાબંધી અને આબકારી અધિકારી એસ. સી.વાળા, લાલપુર ઈન્ચાર્જ પીઆઈ એ.જી. જાડેજા, મેઘપર પીઆઈ એ.એલ. બારસીયા, જામજોધપુર પીઆઇ એમ.એન. શેખ, શેઠવડાળા પીઆઈ આર.બી. સોલંકીની ઉપસ્થિતિમાં લાલપુર-જામજોધપુર રોડ પર આવેલી ગર્વમેન્ટ આટર્સ એન્ડ કોમર્સ કોલેજ પાછળ ઢાંઢર નદીના પાસે લાલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયેલી રૂા.1,83,13,794 ની કિંમતની 33,023 નંગ ઈંગ્લીશ દારૂની બોટલો, જામજોધપુર પોલીસ સ્ટેશનમાંથી ઝડપાયેલી રૂા.17,04,931 ની કિંમતની 1326 બોટલ તથા શેઠવડાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયેલી રૂા.25,17,750 ની કિંમતની 7905 બોટલ દારૂ અને મેઘપર પોલીસસ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયેલી રૂા.22,840 ની કિંમતની 249 બોટલ મળી કુલ રૂા.2,25,59,315 ની કિંમતની 42,523 બોટલ ઉપર રોલર અને જેસીબી ફેરવી દારૂના વિશાળ જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો.


