જામનગર તાલુકાના દરેડ એફસીઆઈ ગોડાઉન સામે રસ્તા પર આવેલા ચેકડેમના પાણીમાં અજાણ્યો યુવાન ડૂબી જતા મોત નિપજ્યું હતું. પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી મૃતકની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી હતી. આ અંગેની વિગત મુજબ, જામનગર તાલુકાના દરેડ ગામમાં એફસીઆઈના ગોડાઉન સામે ખેતરે જવાના માર્ગ પર આવેલા ચેકડેમમાં ગુરૂવારે સાંજના સમયે 35 વર્ષનો અજાણ્યો યુવાન ચેકડેમના પાણીમાં કોઇ કારણસર ડૂબી જવાથી મોત નિપજ્યું હતું. આ બનાવ અંગેની અનિરૂધ્ધસિંહ જાડેજા દ્વારા જાણ કરાતા એએસઆઈ પી બી ગોજિયા તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ યુવાનના મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી ઓળખ મેળવવા તપાસ આરંભી હતી.