Thursday, November 5, 2026
Homeરાજ્યજામનગરપતિ અને સંતાનોથી જુદી રહેતી યુવતીની ટ્રેન હેઠળ ઝંપલાવી આત્મહત્યા

પતિ અને સંતાનોથી જુદી રહેતી યુવતીની ટ્રેન હેઠળ ઝંપલાવી આત્મહત્યા

જામનગર તાલુકાના તમાચણ ગામમાં પતિ અને સંતાનોથી એકલી રહેતી પરિણીતાએ એકલવાયા જીવનનું મનમાં લાગી આવતા ઓખા-શકુરબસ્તિ એક્સપ્રેસ ટ્રેન હેઠળ ઝંપલાવી આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી વધુ તપાસ હાથ ધરી હતી.

- Advertisement -

બનાવની વિગત મુજબ મધ્યપ્રદેશના ડીંડોરી જિલ્લાના લબેદા ગામના વતની અને હાલ જામનગર તાલુકાના તમાચણ ગામમાં રેલવે ફાટક પાસે ઝુંપડામાં રહેતી અનિતાબેન ભાનસિંગ (ઉ.વ.21) નામની પરિણીતા તેણીના બે સંતાનો અને પતિથી અલગ રહેતી હતી. દરમ્યાન પતિ અને સંતાનોથી એકલાં રહેવાનું મનમાં લાગી આવતાં બુધવારે બપોરના સાડા ત્રણ વાગ્યાના અરસામાં મજૂરીકામ કરતી અનિતાએ તેના ઘર નજીકના રેલવે ટ્રેક પરથી પસાર થતી ઓખા-શકુરબસ્તિ એક્સપ્રેસ ટ્રેન હેઠળ ઝંપલાવી આત્મહત્યા કરી હતી. આ બનાવ અંગેની મહેશપ્રસાદ દ્વારા જાણ કરવામાં આવતાં ડીવાયએસપી (ગ્રામ્ય) પીયૂષ વાંદા તથા સ્ટાફે સ્થળ પર પહોંચી મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી સંભાળી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular