Thursday, May 22, 2025
Homeરાજ્યજામનગરસોયલ ટોલનાકા નજીક કારે ઠોકરે ચડાવતા યુવાનનું મોત

સોયલ ટોલનાકા નજીક કારે ઠોકરે ચડાવતા યુવાનનું મોત

રાત્રિના સમયે જામનગર પાસીંગની કારે યુવાનને હડફેટે લીધો : 108 એમ્બ્યુલન્સ દ્વારા જી. જી. હોસ્પિટલ ખસેડાયો : સારવાર દરમિયાન મોત નિપજ્યું: મૃતકની ઓળખ મેળવવા પોલીસ દ્વારા તપાસ

જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર સોયલ ટોલનાકા પાસે પૂરપાટ આવી રહેલી કારચાલકે યુવાનને ઠોકર મારી હડફેટે લેતા કાર નીચે દબાઈ જતાં યુવાનનું મોત નિપજ્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.

- Advertisement -

અકસ્માતના બનાવની વિગત મુજબ, જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર ગત રાત્રિના સમયે સોયલ ટોલનાકા પાસેથી પૂરપાટ આવી રહેલી કારના ચાલકે યુવાનને ઠોકર મારી હડફેટે લઈ ચગદી નાખતા યુવાનને ગંભીર ઈજા પહોંચી હતી ત્યારબાદ યુવાનને 108 એમ્બ્યુલન્સની મદદથી સારવાર માટે જામનગરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. બનાવની જાણના આધારે ધ્રોલ પોલીસે હોસ્પિટલ પહોંચી જઇ આશરે 35 વર્ષના યુવાનના મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી મૃતકની ઓળખ મેળવવા તથા કારચાલક વિરૂધ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular