Wednesday, July 24, 2024
Homeરાજ્યજામનગરજામનગર શહેરમાંથી વર્લીબાજ ઝડપાયો

જામનગર શહેરમાંથી વર્લીબાજ ઝડપાયો

- Advertisement -

જામનગર શહેરના બર્ધનચોક વિસ્તારમાં જાહેરમાં વર્લીમટકાના આંકડા લખતા શખસને સિટી એ ડીવીઝન પોલીસ સ્ટાફે રૂા.10560ની રોકડ રકમ સાથે ઝડપી લીધો હતો.

- Advertisement -

દરોડાની વિગત મુજબ, જામનગર શહેરના બર્ધનચોક વિસ્તારમાં રસના ચીચોડા પાસે જાહેરમાં વર્લીના આંકડા લખતા રોહિત વિઠલ બોરસરા નામના શખ્સને સિટી એ ડીવીઝન પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન દબોચી લઇ વર્લીનું સાહિત્ય અને રૂા.10,560 ની રોકડ રકમ તથા એક બોલપેન સહિતના મુદ્દામાલ સાથે ઝડપી લઇ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular