Friday, April 19, 2024
Homeરાષ્ટ્રીયશા માટે રાવતે મુખ્યમંત્રી પદ પરથી આપવું પડ્યું રાજીનામું ?

શા માટે રાવતે મુખ્યમંત્રી પદ પરથી આપવું પડ્યું રાજીનામું ?

- Advertisement -

આજનો દિવસ ઉત્તરાખંડની રાજનીતિ માટે મહત્વપૂર્ણ સાબિત થશે. ગઈકાલના રોજ ત્યાંના મુખ્યમંત્રી ત્રિવેન્દ્રસિંહ રાવતે મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું હતું. અહિયાં ભાજપની સરકાર છે. અને અગામી એક દિવસમાં ઉત્તરાખંડના નવા મુખ્યમંત્રીની જાહેરાત કરવામાં આવશે. રાવતને અચનાક કેમ હટાવવામાં આવ્યા તે પાછળનું કારણ હજુ સુધી સામે આવ્યું નથી. પરંતુ તેમના પ્રત્યે પાર્ટીને અસંતોષની લાગણી હતી.

- Advertisement -

ઉત્તરાખંડના મુખ્યમંત્રીઓનો ઈતિહાસ કંઇક એવો રહ્યો છે કે 20 વર્ષની અંદર જેટલા મુખ્યમંત્રીઓ આવ્યા તે પૈકી એક જ મુખ્યમંત્રી પોતાનો કાર્યકાળ પૂર્ણ કરી શક્યા છે. રાવત પણ પોતાનો 5 વર્ષનો કાર્યકાળ પૂર્ણ કરી શક્યા નથી. તેઓએ 4 વર્ષ સુધી ઉત્તરાખંડમાં સાશન કર્યું. અને ગઈકાલના રોજ રાજીનામું આપી દીધુ છે.ભાજપના સૂત્રોએ જણાવ્યું હતું કે જ્યારે રાવતના નેતૃત્વ વિરુદ્ધ વધતા અસંમતિ અંગે પક્ષને જાણ હતી ત્યારે ભાજપના ઉપાધ્યક્ષ રમણસિંહ અને રાજ્યસભાના સાંસદ દુષ્યંત ગૌતમની રાજ્ય મુલાકાત પછી 7 માર્ચ, જ્યાં તેઓ ધારાસભ્યો, આરએસએસના નેતાઓ અને મુખ્ય પ્રધાનને મળ્યા હતા ત્યાં જ તેઓએ એક નિવેદનમાં કહ્યું હતું કે સિંઘ અને ગૌતમને દહેરાદૂન મોકલવામાં આવ્યા તે પહેલાં જ રાવતને હટાવવાનો નિર્ણય “લગભગ ચોક્કસપણે” લેવામાં આવ્યો હતો.

રાવતની વિરુધ નારાજગીના કારણે જ મુખ્યમંત્રી પદ માટેના દાવેદાર ઉભા થયા હતા અને વિકાસ કાર્યોની ધીમી ગતિને લઈને પણ પક્ષમાં નારાજગી હતી.

- Advertisement -

ત્રિવેન્દ્રમાં જ્યારે ઉત્તરાખંડ દેવસ્થાનમ બોર્ડ બનાવીને કેદારનાથ, બદ્રીનાથ, ગંગોત્રી અને યમનોત્રી ધામને સરકારને આધીન કરી દિધા જેનાથી બ્રાહ્મણ સમાજમાં તીખી પ્રતિક્રિયા જોવા મળી છે. ભાજપના જ સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ આ નિર્ણયને હાઈકોર્ટમાં પડકાર્યો હતો. જો કે હાઈકોર્ટમાં સરકારની જીત થઈ હતી અને બાદમાં સ્વામી સુપ્રીમ કોર્ટ ગયા અને હાલ ત્યાં આ મામલે સુનાવણી ચાલી રહી છે. ત્રિવેન્દ્રના આ નિર્ણયથી ભાજપ હાઈકમાન્ડ પણ ખુશ ન હતો.

ઉત્તરાખંડમાં પારંપરીક રીતે બે કમીશ્નનરી છે એક કુમાઉ અને બીજી ગઢવાલ. પરંતુ રાવત સરકારે ત્રીજી ક્મીશ્નરી ગૈરસૈણ બનાવવાનો નિર્ણય લીધો હતો.જેને લઇને પ્રથમ બે કમિશ્નરીના લોકોમાં નારજગી હતી. ગેરસેંણને રાજ્યની ગ્રીષ્મકાલીન રાજધાની જાહેર કરી દિધી. આ નિર્ણયથી તેઓએ પર્વતીય જનભાવનાઓ વિરૂદ્ધ ગણાવ્યું અને જનતાએ પણ તેને નકારી દિધું.

- Advertisement -

એવું પણ માનવામાં આવી રહ્યું છે કે બીજેપીમાં રાવતના કોઈ મિત્ર નથી. અને રાવતને સમર્થન આપનારા પણ નહિવત છે.

તેઓ ઘણું જ ઓછું બોલતા હતા પરંતુ એક જ વર્ગ વિશેષના લોકોને મહત્વ આપવાને કારણે લોકોના નિશાને હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular