Thursday, April 18, 2024
Homeધર્મ / રાશિહોળી કયારે કરવી ? શુભ મુહૂર્ત

હોળી કયારે કરવી ? શુભ મુહૂર્ત

- Advertisement -

પંચાગ અનુસાર ફાગણ સુદ 14 સોમવાર તા. 6-3-2023ના રોજ બોપરે 4-18 મિનિટ સુધી ચૌદશ છે ત્યારબાદ પૂનમ થાય છે. વ્રતની પૂનમ પણ સોમવારે છે. અને મંગળવારે સાંજે 6-11 મિનીટ સુધી જ પૂનમ રહે છે. ત્યારબાદ એકમનો ભાગ શરૂ થાય છે. ચંદ્ર ઉદય મંગળવારે 7-18 મિનિટે છે. તેથી શાસ્ત્રમત અનુસાર પૂર્ણિમાનો રાત્રિકાળ દરમ્યાન જ હોળી થવી જોઇએ. માટે સોમવારે તા. 6-3-23ના રોજ સાંજે 6-51 થી રાત્રે 9-22 સુધીમાં શુભ સમય રહેશે.
સોમવારે સાંજે 4-18 થી વિષ્ટીભદ્રા પ્રારંભ થાય છે. જે મંગળવારે વ્હેલી સવારે 6-17 મિનિટ સુધી છે. તેથી મોટી હવેલીમાં હોલી પ્રદિપન મંગળવારે સવારે 6-30 કલાકે થશે. તેમ ભાગર્વ જયોતિષ કાર્યાલય વાળા જયોતિષી નિલેશભાઇ એલ. વ્યાસની એક અખબારી યાદીમાં જણાવેલ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular