કાલાવડ ગામમાં રહેતી યુવતીએ અગમ્યકારણોસર તેના ઘરે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે કારણ જાણવા તપાસ આરંભી હતી.

બનાવની વિગત મુજબ, કાલાવડ ગામમાં કાશ્મિરપરા વિસ્તારમાં આવેલી અમીપીર કોલોનીમાં રહેતં મનસુખભઈ કાનાણી નામના યુવાનની પુત્રી મયુરીબેન મનસુખભાઈ કાનાણી (વાંજા) (ઉ.વ.21) નામની યુવતીએ ગત શનિવારે રાત્રિના સમયે તેણીના ઘરે અગમ્યકારણોસર ગળેફાંસો ખાઈ આત્મહત્યાનો પ્રયાસ કરતા યુવતીને બેશુદ્ધ હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેણીનું સારવાર દરમિયાન મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ બનાવ અંગે મૃતકના ભાઈ મનિષ દ્વારા જાણ કરાતા હેકો જે એચ પાગદાર તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આત્મહત્યનું કારણ જાણવા તપાસ હાથ ધરી હતી.