દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુરના ચંદ્રાવાડામાં રહેતા યુવાને દારૂ પીવાની કુટેવનુ લાગી આવતા ઝેરી દવા પી આપઘાત કર્યો હતો. કલ્યાણપુરના ચંદ્રાવાડામાં જ રહેતા અન્ય એક યુવાને અકળ કારણોસર ઝેરી દવા પી આપઘાત કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ કલ્યાણપુર તાલુકાના ચંદ્રાવાડા ગામે રહેતા જેસાભાઈ ખીમાભાઈ મોઢવાડિયા નામના 30 વર્ષના યુવાનને છેલ્લા આશરે દસેક વર્ષથી દારૂ પીવાની ટેવ હોય, તે બાબતે તેને મનમાં લાગી આવતા પોતાના હાથે ઝેરી દવા પી લીધી હોવાથી તેમનું મૃત્યુ નિપજ્યું હોવાની જાણ મૃતકના નાનાભાઈ સવદાસભાઈ ખીમાભાઈ મોઢવાડિયાએ કલ્યાણપુર પોલીસને કરી છે.
આ ઉપરાંત અન્ય એક બનાવમાં ચંદ્રાવાડા ગામના રહીશ દેવાભાઈ છગનભાઈ કારાવદરા નામના 35 વર્ષના યુવાને કોઈ અકળ કારણોસર ઝેરી દવા ગટગટાવી લેતાં તેમનું મૃત્યુ નિપજયું હતું. જે અંગે મૃતકના ભાઈ નારણભાઈ છગનભાઈ કારાવદરાએ કલ્યાણપુર પોલીસને જાણ કરી છે.
ચંદ્રાવાડા ગામે ઝેરી દવા પી લેતાં બે યુવાનોનાં મોત
દારૂ પીવાની ટેવ ધરાવતા યુવાને ઝેરી દવા પીધી