Thursday, September 12, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં રીક્ષમાં પેસેન્જર તરીકે બેસાડી સોનાના દાગીનાની ચોરી કરતા બે શખ્સો ઝડપાયા

જામનગરમાં રીક્ષમાં પેસેન્જર તરીકે બેસાડી સોનાના દાગીનાની ચોરી કરતા બે શખ્સો ઝડપાયા

સિટી સી પોલીસે સોનાની માળા તથા ઓટો રીક્ષા સહિત કુલ રૂા. 2,60,000 નો મુદ્દામાલ કબ્જે કર્યો

- Advertisement -

જામનગર શહેરમાં ઓટો રીક્ષામાં પેસેન્જરને બેસાડી ધ્યાન બહાર ગળામાંથી સોનાના ઘરેણાની ચોરી કરતી ટોળકીના બે શખ્સોને સિટી સી પોલીસે સોનાની માળા સહિત કુલ રૂા. 2,60,000 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ કાયદેસરની કાર્યવહી હાથ ધરી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, ગત તા.13 એિ5્રલના રોજ જામનગર સમર્પણ પાસેથી પેેસેન્જર તરીકે બેસાડી ઓટો રીક્ષાચાલક તથા તેમાં વચ્ચેની સીટમાં બેસેલા અજાણ્યા શખ્સએ ફરિયાદીના ગળામાં પહેરેલ ત્રણ તોલાની સોનાની કંઠીની ચોરી થયા અંગે સિટી સી ડીવીઝનમાં પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. આ કેસના આરોપીઓને શોધવા પીઆઈ જે.વી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્કવોર્ડના પીએસઆઈ વી બી બરબસીયા તથા સ્ટાફ દ્વારા સીસીટીવી ફુટેજનું ચેકિંગ હાથ ધર્યુ હતું. જેમાં ચોરીમાં ઉપયોગ થયેલ શંકાસ્પદ રીક્ષા નંબર જીજે-03-બીયુ-1447 મળી આવતા આ ઓટો રીક્ષા નંબરના આધારે વોચ ગોઠવતા હેકો ખીમશીભાઈ ડાંગર, પો.કો. વનરાજભાઈ ખવડ, તથા મહાવીરસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુની સૂચના અને નાયબ પોલીસ અધિક્ષક જયવીરસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ સિટી સી ડીવીઝન સર્વેલન્સ સ્કવોર્ડ દ્વારા જીજે-03-બીયુ-1447 નંબરવાળી ઓટો રીક્ષા સાથે રવિ બટુક સોલંકી તથા અરવિંદ ઉર્ફે કની પોલા કાંજિયા નામના બે શખ્સોને રૂા.1,60,000 ની કિંમતની સોનાની કંઠીની માળા તથા રૂા. 1,00,000 ની કિંમતની ઓટો રીક્ષા સાથે ઝડપી લઇ કુલ રૂા.2,60,000 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

આરોપી રવિ બટુક સોલંકી વિરૂધ્ધ જૂનાગઢ તથા રાજકોટ ગ્રામ્ય સાપર અને રાજકોટ શહેર ભકિતનગર સહિત કુલ ચાર પોલીસ સ્ટેશનોમાં ગુના નોંધાયા છે. તેમજ અન્ય આરોપી અરવિંદ ઉર્ફે કનિ પોલા કાંજિયા વિરૂધ્ધ પણ રાજકોટ, વાંકાનેર અને હળવદ સહિત કુલ ચાર પોલીસસ્ટેશનોમાં ગુના નોંધાયેલા છે.

- Advertisement -

આ સમગ્ર કાર્યવાહી પીઆઇ જે.વી.ચૌધરી, પીએસઆઈ વી. બી. બરસબીયા, હેકો યશપાલસિંહ જાડેજા, ફૈઝલ ચાવડા, ખીમશી ડાંગર, પો.કો. શિવભદ્રસિંહ જાડેજા, વનરાજ ખવડ, યુવરાજસિંહ જાડેજા, પ્રવિણ પરમાર, મહેન્દ્રસિંહ ચુડાસમા, મહાવીરસિંહ જાડેજા, હર્ષદભાઈ પરમાર, હોમદેવસિંહ જાડેજા સહિતના સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular