Wednesday, February 21, 2024
Homeરાજ્યહાલારલાલપુરમાંથી રહેણાંક મકાનમાંથી દારૂના જથ્થા સાથે બે શખ્સ ઝડપાયા

લાલપુરમાંથી રહેણાંક મકાનમાંથી દારૂના જથ્થા સાથે બે શખ્સ ઝડપાયા

સ્થાનિક પોલીસે 16 હજારની 32 બોટલ કબ્જે કરી : સપ્લાયરનું નામ ખુલતા ત્રણ શખ્સો વિરૂધ્ધ કાર્યવાહી: જામનગરના ભીમવાસમાંથી બે બોટલ સાથે બાઈકસવાર ઝબ્બે : ચાંદીબજાર સર્કલમાંથી દારૂની બોટલ સાથે શખ્સ ઝડપાયો

- Advertisement -

લાલપુર ગામમાં ધરારનગર ધાર વિસ્તારમાં રહેતાં શખ્સના મકાનમાંથી સ્થાનિક પોલીસે રેઈડ દરમિયાન સોળ હજારની કિંમતની 32 બોટલ દારૂ સાથે બે શખ્સોને દબોચી લીધા હતાં. જામનગર શહેરના ભીમવાસ વિસ્તારમાંથી પોલીસે દારૂની બે બોટલો સાથે બાઈકસવારને ઝડપી લીધો હતો. જામનગરના ચાંદીબજાર વિસ્તારમાંથી દારૂની બોટલ સાથે પસાર થતા શખ્સને પોલીસે ઝડપી લીધો હતો.

- Advertisement -

બનાવની વિગત મુજબ, દરોડાની વિગત મુજબ, પ્રથમ દરોડો લાલપુર ગામમાં ધરારનગર ધાર વિસ્તારમાં રહેતાં રીયાઝ હુશેન ધુધાના મકાનમાં દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે એએસઆઈ ડી.સી. ગોહિલ તથા સ્ટાફે રેઇડ દરમિયાન તલાસી લેતા મકાનમાંથી રૂા.16,000 ની કિંમતની 32 નંગ ઈંગ્લીશ દારૂની બોટલો મળી આવતા પોલીસે રીયાઝ ધુધા અને અજય ઉર્ફે અરુણ મુકેશ પાધરેસા નામના બે શખ્સોને દારૂના જથ્થા સાથે ઝડપી લઇ પૂછપરછ હાથ ધરતા આ દારૂનો જથ્થો ભાણવડના મોરઝર ગામના નીરજ જેઠા પરમાર પાસેથી ખરીદ્યો હોવાની કેફિયત આપતા પોલીસે ત્રણ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.

બીજો દરોડો, જામનગર શહેરના ભીમવાસ-2 વિસ્તારમાંથી બાઈક પર પસાર થતા દિનેશ ભરત પરમાર નામના શખ્સને સીટી બી ડીવીઝન પોલીસે આંતરીને તલાસી લેતા તેના કબ્જામાંથી રૂા.1000 ની કિંમતની દારૂની બે બોટલ, પાંચ હજારની કિંમતનો એક મોબાઇલ અને 25 હજારની કિંમતનું બાઈક મળી કુલ રૂા.31,000 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

ત્રીજો દરોડો, જામનગર શહેરના ચાંદીબજાર સર્કલમાંથી પસાર થતા શાહનવાજ રજાક આંબલિયા નામના શખ્સને સીટી એ ડીવીઝન પોલીસે આંતરીને તલાસી લેતા તેના કબ્જામાંથી દારૂની એક બોટલ મળી આવતા પોલીસે શાહનવાઝની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular