જામનગર શહેરના સિલ્વર પાર્ક સોસાયટીમાં રહેતાં પત્રકારે ઉછીના લીધેલા રૂપિયાની માંગણી કરતાં શખ્સે ઘરે આવીને બોથડ પદાર્થ વડે માર મારી ફડાકા ઝિંકી પતાવી દેવાની ધમકી આપ્યાના બનાવમાં બે શખ્સો વિરૂદ્ધ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ બનાવની મળતી માહિતી મુજબ જામનગર શહેરમાં આવેલી સિલ્વર પાર્ક સોસાયટી, શેરી નંબર એકમાં વસવાટ કરતાં મહોમ્મદ સલમાન ખાન આરીફ હુસેન ગુર્જર (ઉ.વ.35) નામના પત્રકાર યુવાને રફીક કથિરી પાસેથી રૂા. 10 હજાર ઉછીના લીધા હતા. આ રકમની રફિક દ્વાર અવારનવાર ફોન ઉપર માંગણી કરાતા અને આ બાબતે પત્રકારના પત્ની સાથે પણ બોલાચાલી થઇ હતી. દરમ્યાન રવિવારે મદ્યરાત્રિના સમયે રફિક કથિરી તથા મુસ્તકીમ ઉર્ફે જાબિર રફિક કથિરી નામના બે શખ્સોએ પત્રકારના ઘરે આવી બોથડ પદાર્થ વડે હુમલો કરી ઇજા પહોંચાડી હતી. તેમજ ઢીકાપાટુ માર મારી ફડાકા ઝિંકી જેમ ફાવે તેમ ગાળો કાઢી હતી. ઉપરાંત મારી નાખવાની ધમકી પણ આપી હતી. હુમલો અને ધમકીના બનાવ અંગેની જાણ કરાતા પીએસઆઇ વી. આર. ગામેતી તથા સ્ટાફએ બે શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધી આગળની તપાસ આરંભી હતી.


