Saturday, May 16, 2026
Homeરાજ્યહાલારપડાણામાંથી ઓવરલોડ ખનિજ ભરેલા બે ડમ્પર કબ્જે

પડાણામાંથી ઓવરલોડ ખનિજ ભરેલા બે ડમ્પર કબ્જે

ખાણ ખનિજની ટીમ દ્વારા દરોડો : ખંઢેરા નદીમાંથી રેતી ચોરી ઝડપાઇ : જેસીબી અને બે ટ્રેકટર કબ્જે

લાલપુર તાલુકાના પડાણા ગામમાં ખાણ ખનિજ વિભાગની ટીમે ચેકિંગ દરમ્યાન બ્લેકટ્રેપ ઓવરલોડ ખનિજ ભરેલા બે ડમ્પર અને કાલાવડના ખંઢેરાની નદીમાંથી રેતીનું ખનન કરતાં જેસીબી અને બે ટ્રેકટર કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

આ બનાવની વિગત મુજબ લાલપુર તાલુકાના પડાણા ગામમાં ખાણ ખનિજ વિભાગના અધિકારી કેયુર રાજપુરાની સૂચનાથી નિખિલભાઇ, આનંદભાઇ, રમેશભાઇ સહિતની ટીમ દ્વારા ચેકિંગ દરમ્યાન બ્લેકટ્રેપ ખનિજ ભરેલા બે ઓવરલોડ ડમ્પર કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. તેમજ અન્ય દરોડો કાલાવડ તાલુકાના ખંઢેરા ગામમાં આવેલા નદીના પટમાંથી ગઇકાલે ખાણ ખનિજની ટીમે રાત્રિના સમયે તપાસ દરમ્યાન સાદી રેતીનું ખનન કરતા એક જેસીબી અને બે ટ્રેકટર સહિતનો મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular