Saturday, April 20, 2024
Homeરાષ્ટ્રીયમધ્યપ્રદેશમાં વાયુસેનાના બે ફાઇટર જેટ દુર્ઘટનાગ્રસ્ત

મધ્યપ્રદેશમાં વાયુસેનાના બે ફાઇટર જેટ દુર્ઘટનાગ્રસ્ત

અભ્યાસ માટે સુખોઇ-30 અને મિરાજ-2000 વિમાનોએ ગ્વાલિયરથી ઉડાન ભરી હતી : 3 પૈકી બે પાયલોટ સુરક્ષિત, એકની શોધખોળ ચાલુ : દુર્ઘટનાની તપાસ માટે કોર્ટ ઓફ ઇન્કવાયરીનો આદેશ

- Advertisement -

સુખોઈ-20 અને મિરાજ 2000 એરક્રાફ્ટ ક્રેશ થતાં દુર્ઘટના સર્જાઈ છે. ડિફેન્સનાં સૂત્રોના જણાવ્યા મુજબ, મધ્યપ્રદેશના મુરેનામાં ફાઈટર પ્લેન ક્રેશ થયાં હતાં. એરફોર્સનું સુખોઈ-30 અને એક મિરાજ-2000 ક્રેશ થયું છે. બંને એરક્રાફ્ટે ગ્વાલિયર એરબેઝથી ઉડાન ભરી હતી. એરફોર્સના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. હાલમાં જ મળતી માહીતી મુજબ મુરૈનાના કલેક્ટરે જણાવ્યું છે કે ત્રણમાંથી બે પાયલટને બચાવી લેવામાં આવ્યા છે. જયારે ત્રીજા પાયલોટની શોધખોળ હાથ ધરવામા આવી છે.

- Advertisement -

પ્રાપ્ત જાણકારી મુજબ અભ્યાસ માટે ગ્વાલિયર એરબેઝથી ઉડાન ભરનાર સુખોઇ વિમાનમાં બે પાયલોટ જયારે મિરાજમાં એક પાયલોટ હતો. વાયુસેના દ્વારા દુર્ઘટનાની તપાસ માટે કોર્ટ ઓફ ઇન્કવાયરીનો આદેશ કરવામાં આવ્યો છે. સૂત્રોએ જણાવ્યું કે વાયુસેના પ્રમુખે રક્ષા મંત્રી રાજનાથ સિંહને દુર્ઘટનાની જાણકારી આપી છે. શનિવારે સવારે એરફોર્સનું ફાઈટર જેટ ક્રેશ થયું હતું. પ્લેનના ટુકડે-ટુકડા થઈ ગયા હતા. લોકોએ જણાવ્યું હતું કે ફાઈટર પ્લેનમાં આકાશમાં જ આગ લાગી હતી. ઘટનાની માહિતી મળતાં જ પોલીસ અને સેનાના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ઘટનાસ્થળે ગ્રામજનોનાં ટોળાં ઊમટી પડ્યાં હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular