Wednesday, September 11, 2024
Homeરાજ્યહાલારહાલારના પાંચ સહિત રાજ્યના 234 પોલીસ ઈન્સ્પેકટરોની બદલી

હાલારના પાંચ સહિત રાજ્યના 234 પોલીસ ઈન્સ્પેકટરોની બદલી

જામનગરના બે અને દ્વારકાના ત્રણ પીઆઇની બદલી : જામનગરમાં સાત અને દ્વારકામાં બે પીઆઇ મૂકાયા

- Advertisement -

જન્માષ્ટમીના તહેવાર પહેલાં રાજ્ય સરકાર દ્વારા 234 બિનહથિયારધારી પોલીસ ઈન્સ્પેકટરોની બદલીના આદેશ કરવામાં આવ્યા છે. જેમાં જામનગરના બે અને દ્વારકાના ત્રણ પીઆઈની બદલી અને સામે જામનગરમાં સાત અને દ્વારકામાં બે નવા પોલીસ ઈન્સ્પેકટરની નિમણૂંક કરવામાં આવી છે.

- Advertisement -

રાજ્ય સરકાર દ્વારા પોલીસ વિભાગમાં 234 પોલીસ ઈન્સ્પેકટરોની બદલીના આદેશ કરવામાં આવ્યા છે. જન્માષ્ટમી તહેવાર શરૂ થાય તે પહેલાં જ બિનહથિયારધારી પોલીસ ઈન્સ્પેકટરોની બદલીના ઓર્ડરો કરાયા છે જેમાં જામનગર જિલ્લામાં ફરજ બજાવતા આર.કે. કરમટાને ભરુચ તથા બી બી કોડીયાતરને વડોદરા શહેરમાં મૂકવામાં આવ્યા છે. તેની સામે જામનગરમાં અમદાવાદથી વી બી ચૌધરી, સાબરકાંઠાથી જે.જી. ચાવડા, અમરેલીથી કે.એલ. ગળચળ, ખેડાથી આર.એસ. રાજપુત, આણંદથી એ.એસ. રબારી, અમદાવાદથી આઈ.એ. ધાસુરા, અમદાવાદથી એન.વી. અંબાલિયાની જામનગર ખાતે બદલી કરવાના આદેશ કરાયા છે. ઉપરાંત દેવભુમિ દ્વારકામાં ફરજ બજાવતા પી સી સીંગરખીયાને કચ્છના ભૂજ ખાતે, પી આર વંદાને દ્વારકાથી બોટાદ તથા વી બી પીઠીયાને દ્વારકાથી ગીર સોમનાથ બદલી કરવામાં આવી છે. જ્યારે સુરતના એસ.એમ. સોલંકી અને રાજકોટ ગ્રામ્યના વી.કે. કોઠીયાની દેવભૂમિ દ્વારકામાં બદલી કરાઈ છે.

આમ, જામનગર જિલ્લાના બે અને દ્વારકાના ત્રણ પોલીસ ઈન્સ્પેકટરોની બદલી કરાઇ છે. તેની સામે જામનગરમાં સાત પોલીસ ઈન્સ્પેકટરો અને દ્વારકામાં બે પોલીસ ઈન્સ્પેકટરો મૂકાયા છે. રાજ્ય સરકાર દ્વારા જામનગર અને દ્વારકાના પાંચ મળી રાજ્યના 234 બિનહથિયારધારી પોલીસ ઈન્સ્પેકટરોની બદલી કરવામાં આવી છે.

- Advertisement -

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular