જામનગર શહેરના નાગરચકલા સોની ફળી વિસ્તારમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા ત્રણ શખ્સોને પોલીસે રૂા.12,250 ની રોકડ અને ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
જૂગાર દરોડાની વિગત મુજબ, જામનગર શહેરના નાગર ચલકા સોની ફળી વિસ્તારમાં સ્ટ્રીટલાઈટના અંજવાળે તીનપતિનો જૂગાર રમાતો હોવાની બાતમીના આધારે સિટી એ ડીવીઝન પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન કેતન શાંતિલાલ નાકર, જયેશ વ્રજલાલ ચરાડવા, યુવરાજસિંહ જીતેન્દ્રસિંહ ચુડાસમા નામના ત્રણ શખ્સોને રૂા.12250 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.