એનઆઇએની ટીમ બિહાર, ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશ સહિત 17 સ્થળો પર દરોડા પાડી રહી છે. એનઆઇએની ટીમ બિહારના દરભંગા અને મોતિહારીમાં પીએફઆઇ સભ્યો વિરુદ્ધ દરોડા પાડવા માટે પહોંચી હતી. મંગળવારે સવારે જ્યારે એનઆઇએની ટીમ બંને જગ્યાએ પહોંચી ત્યારે વિસ્તારમાં હંગામો મચી ગયો હતો. દરભંગામાં ડો. સારિક રઝા અને મોહમ્મદ મહેબૂબના ઘરે એનઆઇએની અલગ-અલગ ટીમો પહોંચી છે. જ્યારે એનઆઇએની એક ટીમ સજ્જાદ અંસારીના મોતિહારીના ઘરે પણ પહોંચી છે. ટીમ સાથે સ્થાનિક પોલીસ પણ પહોંચી ગઈ છે. ઘરને બહારથી તાળું મારી દેવામાં આવ્યું છે. કોઈ બહારના વ્યક્તિને અંદર પ્રવેશવાની મંજૂરી નથી. ટીમ ઘરની અંદરના દસ્તાવેજોની તપાસ કરી રહી છે.