જામનગર શહરેમાં રહેતા ગુન્હાહિત ઇતિહાસ ધરાવતા ત્રણ શખ્સો દ્વારા 150 કરોડના બિલીંગ કૌભાંડક આચર્યા બાદ આ પૈકીના બે શખસો વિરૂધ્ધ સુરતમાં બોગસ હથિયાર લાયસન્સ ગુન્હો નોંધાતા જામનગર એસઓજીની ટીમે ત્રણેય શખ્સોને કચ્છમાં આડેસર ચેક પોસ્ટ પાસેથી દબોચી લઇ 15.50 લાખનો મુદામાલ કબજે કર્યો હતો.

મળતી વિગત મુજબ જામનગર શહેરમાં રહેતા અને ગુન્હાહિત ઈતિહાસ ધરાવતા વનરાજસિંહ પ્રવિણસિંહ વાળા, મયુરસિંહ ઉર્ફે લાલો ભરતસિંહ સોઢા અને સત્યજીતસિંંહ યોગેન્દ્રસિંહ જાડેજા નામના ત્રણ શખસો દ્વારા ભારત સરકાર સાથે છેતરપિંડી આચરી 150 કરોડનું બોગલ બિલીંગ કૌભાંડ આચર્યુ હતું અને આ કૌભાંડ આચર્યા પહેલાં (બોગસ દસ્તાવેજ) સ્ટેમ્પ બનાવનાર ટોળકી પૈકીના બે શખ્સો સુરતમાં બોગસ હથિયાર લાયસન્સનો ગુન્હો નોંધાયો હતો. જેથી પ્રેમસુખ ડેલુ દ્વારા ડીવાયએસપી જયવીરસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ સીટ ટીમની રચના કરવામાં આવી હતી. આ ટીમના તપાસનીસ અધિકારી પીએસઆઇ આર.ડી. ગોહિલ તથા ટીમ દ્વારા તપાસ હાથ ધરતાં આ ત્રણેય શખ્સોની પેઢીઓની તપાસ હાથ ધરતાં બોગસ સ્ટેમ્પ અને નોટરી કરાર તથા ડમી સીમકાર્ડ અને બોગસ પેઢીના નામે 150 કરોડથી વધુનું બોગસ બિલીંગ કૌભાંડ આચર્યુ હતુ.
આ ટોળકીને ઝડપી લેવા માટે પીઆઇ બી.એન.ચૌધરી, એન.બી. ડાભી, પી.એસ.આઇ. એમ.એલ. ઝેર, પીએસઆઇ આરડી ગોહિલ, એ.એસ.આઇ. કિશનભાઇ કરંગીયા, સુખદેવસિંહ જાડેજા, પો.કો. ધર્મેશભાઇ મોરી અને એસઓજીની ટીમે મળેલી બાતમીના આધારે કચ્છમાં આડેસર ચેકપોસ્ટ પાસે વોચ ગોઠવી હતી અને પોલીસની ટીમે વનરાજસિંહ પ્રવિણસિંહ વાળા (મુળ રાજપરા જી. રાજકોટ હાલ જામનગર) નામના શખ્સ વિરૂધ્ધ જામનગરના સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં હથિયારનો તથા અન્ય 3 સહિતના 4 ગુન્હાઓ નોધાયેલા છે તેમજ જોડિયામાં એક તથા પંચ બી પોલીસ સ્ટેશનમાં હથિયારનો તેમજ સુરતમાં હથિયારનો ગુન્હો નોંધાયેલો છે અને મયુરસિંહ ઉર્ફે લાલો ભરતસિંહ સોઢા (રે. મચ્છરનગર જામનગર) વિરૂધ્ધ સીટી બી ડિવીઝનમાં પ્રોહિબિશનના 4 ગુન્હા અને એક ધમકીનો તથા એક જુગારનો તેમજ પંચ બી પોલીસ સ્ટેશનમાં હથિયારનો મળી કુલ 7 ગુન્હાઓ નોંધાયેલા છે. તેમજ સત્યજીતસિંંહ યોગેન્દ્રસિંહ જાડેજા (મુળ ભાવાભી ખીજડીયા હાલ જામનગર) નામના શખ્સ વિરૂધ્ધ જામનગરના પંચ કોશી બી ડીવીઝનમાં હથિયારનો તથા સુરતમાં હથિયારનો એમ બે ગુન્હા નોંધાયેલા છે.
જામનગર સીટીની ટીમે ગુન્હાહિત ઇતિહાસ ધરાવતા ત્રણેય શખ્સોને રૂા. 15,પ0,000ના મુદામાલ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.