Sunday, April 27, 2025
Homeસમાચારરાષ્ટ્રીયજગુઆર ફાઇટર જેટ વિશે જાણવા જેવું

જગુઆર ફાઇટર જેટ વિશે જાણવા જેવું

તાજેતરમાં જગુઆર ફાઇટર જેટનું નામ આપણને ઉપરા ઉપર સાંભળવા મળ્યું ત્યારે જગુઆર ફાઇટર જેટ શું છે અને તેના વિશે જાણવા જેવી કેટલીક બાબતો જોઇએ.

- Advertisement -

જગુઆર એક લડાકુ વિમાન છે. જે ફ્રેન્ચ કંપની સેપેકેટ દ્વારા નિર્મિત કરાયું છે. જે હાલ ભારતીય વાયુસેનામાં સેવા આપી રહ્યું છે. જગુઆરની પ્રથમ ઉડાન તા. 8 સપ્ટેમ્બર 1968માં થઇ હતી. ભારતીય વાયુસેના સહિત ફ્રેન્ચ વાયુસેના અને ઓમાન રોયલ એરફોર્સ પણ તેના વપરાશકર્તા દેશો છે. જો કે, ફ્રાન્સ દ્વારા વર્ષ 2005 અને ઓમાન દ્વારા વર્ષ 2014માં આ વિમાનને સેવા નિવૃત્ત કરાયા હતાં. સમયાંતરે આ વિમાનની ટેકનોલોજી અપગ્રેડ કરવામાં આવી હતી.

ભારતે આ વિમાનનો ઉપયોગ વર્ષ 1987થી 1990 દરમિયાન શ્રીલંકામાં ભારતીય શાંતિ રક્ષા દળના સમર્થનમાં જાસુસી મિશન હાથ ધરવા માટે કર્યો હતો. ભારતીય વાયુસેના 2028થી 2031 સુધીમાં 60 વિમાનોના સૌથી જુના બેચને નિવૃત્ત કરવાની છે અને તેમને તેજસ એમકે1એ જેવા આધુનિક ચોથી અને પાંચમી જનરેશનના વિમાનોથી બદલવાની યોજના ધરાવે છે. જ્યારે બાકીના જગુઆરને ડીઆરએઆઇએન-3 રૂપરેખાંન, રડાર અને એર-ટુ એર મિસાઇલ ઇન્ટિગ્રેશનમાં અપગ્રેડ કરશે.

- Advertisement -

દુર્ઘટનાની વાત કરીએ તો તા. 7 માર્ચ 2025ના રોજ હરિયાણાના પંચકુલા વિસ્તારમાં એક જગુઆર વિમાન અંબાલા એરફોર્સ સ્ટેશનથી તાલીમ માટે ઉડાન ભર્યા બાદ દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. જેમાં પાયલોટ સુરક્ષિત રીતે બહાર આવી ગયેલ હતાં. જ્યારે ગઇકાલે જામનગર પાસે એક ફાઇટર જેટ ક્રેશ થતાં એક પાયલોટ શહિદ થયા હતાં. જ્યારે બીજા પાયલોટ સારવાર હેઠળ છે. 45 વર્ષથી સેવામાં રહેલા જગુઆર વિમાનોની 50 જેટલી નાની-મોટી દુર્ઘટનાઓ બની છે. જેમાંથી અમુક જીવલેણ પણ હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular