Thursday, May 22, 2025
Homeરાજ્યજામનગરસાતમી (હાલ પાંચમી) ચીફ જ્યુડિશિયલ કોર્ટમાંથી અસલ ચેકની ચોરી!!

સાતમી (હાલ પાંચમી) ચીફ જ્યુડિશિયલ કોર્ટમાંથી અસલ ચેકની ચોરી!!

બે સપ્તાહ પૂર્વે કઠેરામાં બેસેલા બે આરોપીઓનું કારસ્તાન : કોર્ટની મંજૂરી વગર અસલ ચેકની ચોરી : પોલીસ દ્વારા બે શખ્સો વિરૂઘ્ધ ગુનો નોંધી કાર્યવાહી

જામનગર શહેરમાં લાલ બંગલા સર્કલમાં પાંચમી ચીફ જ્યુડિશિયલ કોર્ટમાં ચાલુ કેસ દરમ્યાન કઠેરામાં બેસેલા બે આરોપીઓએ સરકારી રેકર્ડ તપાસી, તેમાંથી ચેક ચોરી કરી ગયાની વિચિત્ર ઘટનામાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ જામનગર શહેરના લાલ બંગલા કોર્ટ કમ્પાઉન્ડમાં સાતમી (હાલ પાંચમી) ચીફ જ્યુડિશિયલ કોર્ટમાં ગત્ તા. 25 એપ્રિલના રોજ સાંજના સમયે ફોજદારી કેસ નંબર 4054/2025ના કેસ કાગળો કોર્ટરૂમમાં આવેલા આરોપીઓને બેસવાના કઠેરામાં રાખેલા હતા. આ કઠેરામાં સાંજના સાડા ચાર વાગ્યાના અરસામાં આરોપી શુભમ્ જેરામ કણજારિયા તથા હાર્દિક દિનેશભાઇ ભટ્ટ નામના બે આરોપીને બેસાડયા હતા. તે દરમ્યાન બન્નેએ કોર્ટમાં કોઇપણ જાતની પરવાનગી વિના સરકારી રેકર્ડ તપાસી, તેમાં રહેલા ચેક નંબર 419114ની સ્ટેપલર પીનો ઉખેડી, ચેક ચોરી કરી ગયા હતાં. આ બનાવમાં ચાલુ કોર્ટમાંથી ચેક ચોરી થયાની ઘટના સંદર્ભે ભાવિન શુક્લા દ્વારા જાણ કરવામાં આવતાં પીએસઆઇ એલ. બી. જાડેજા તથા સ્ટાફએ બે આરોપીઓ વિરૂઘ્ધ ચેક ચોરીનો ગુનો નોંધી આગળની તપાસ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular