Sunday, December 22, 2024
Homeરાજ્યગુજરાતપાંચ વર્ષના શાસનની ઉજવણીની તૈયારીમાં લાગી રૂપાણી સરકાર

પાંચ વર્ષના શાસનની ઉજવણીની તૈયારીમાં લાગી રૂપાણી સરકાર

1 થી 9 ઓગષ્ટ સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન : વડાપ્રધાન, ગૃહમંત્રી જુદી-જુદી યોજનાઓનો કરાવશે પ્રારંભ

- Advertisement -

રૂપાણી સરકારના શાસનને પાંચ વર્ષ પૂર્ણ થવા થઇ રહ્યા છે જેની ઉજવણી કરવા સરકારે પૂરજોશમાં તૈયારીઓ કરી છે. આ અવસરે જનકલ્યાણ અને લોકહિતના કાર્યક્રમો આયોજિત કરાયા છે. સમગ્ર કાર્યક્રમને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. જોકે, સરકારની પાંચ વર્ષની ઉજવણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ સહભાગી બનશે. તા.3જી ઓગષ્ટે રાજ્યની 17 હજાર પંડિત દિનદયાળ ગ્રાહક ભંડાર પરથી અન્નોત્સવ અને તા.7મીએ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ નવતર યોજના વતનપ્રેમનો વર્ચ્યુઅલી જોડાઇને પ્રારંભ કરાવશે.

રૂપાણી સરકારે પાંચ વર્ષ સફળ રીતે પૂર્ણ કર્યા છે ત્યારે ઉજવણીના ભાગરૂપે જનહિત અને જનકલ્યાણના કામોની અલગ યાદી તૈયાર કરાઇ છે તે મુજબ તા.1 ઓગષ્ટથી તા.9 મી ઓગષ્ટ સુધી વિવિધ કાર્યક્રમ આયોજિત કરાયા છે.
મહાત્મા મંદિરથી કાર્યક્રમથી શરૂઆત થશે. તા.1લી ઓગષ્ટે જ્ઞાાનશક્તિ દિવસની ઊજવણી અન્વયે શિક્ષણના વિકાસકાર્યો માટે રૂા.323 કરોડની સહાય કરવામાં આવનાર છે. તા.2જી ઓગષ્ટે સંવેદના દિવસ તરીકે ઉજવણી કરાશે જેમાં 4941 નિરાધાર બાળકોને રૂા.1.18 કરોડની સહાય કરવા આયોજન કરાયુ છે. 3 જી ઓગષ્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અન્નોત્સવનો પ્રારંભ કરાવી ઉજવણીમાં વર્ચ્યુઅલી જોડાશે. 5મી ઓગષ્ટે કિસાન દિવસે સાત પગલા ખેડૂત કલ્યાણ યોજના અંતર્ગત 3025 ખેડૂતોને રૂા.5.18 કરોડની સહાય કરવા નક્કી કરાયુ છે. આ જ દિવસે 1400 ગામોના 1.10લાખ ખેડૂતોને દિવસે વિજળી આપવા પણ આયોજન કરાયુ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular