Thursday, September 12, 2024
Homeરાજ્યહાલારજામપરમાં હડકાયા બનેલા કુતરાએ વધુ અડધો ડઝન લોકોને બચકા ભર્યા

જામપરમાં હડકાયા બનેલા કુતરાએ વધુ અડધો ડઝન લોકોને બચકા ભર્યા

- Advertisement -

ભાણવડ પંથકમાં રૂપામોરા ગામે એક બાળકીને થોડા દિવસ પહેલાં શ્ર્વાને ફાડી ખાઈ મોતને ઘાટ ઉતારી હોવાની શાહી હજી શુકાણી નથી ત્યાં ફરી આજે ભાણવડના જામપર ગામમાં હડકાયા બનેલા કુતરાએ પાંચથી છ લોકો ઉપર હુમલો કરતા તમામને ભાણવડની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે. જ્યાં સઘન સારવાર અપાઈ રહી છે. બનાવથી જામપરમાં ફફડાટ મચી ગયો છે.

- Advertisement -

ભાણવડ વિસ્તારમાં હમણાંને હમણાં કહેવાતા શ્ર્વાનના આતંકથી લોકોમાં ગભરાટ ફેલાયો છે. જામપર ગામે સવારે સાડા નવ કલાકે હડકાયા શ્ર્વાને ગામને બાનમાં લીધું હતું. અલગ અલગ જગ્યાએ હડકાયા શ્ર્વાને પાંચથી છ લોકોને બચકા ભરી લોહી લુહાણ કરી મૂકયા છે. ભોગ બનેલાઓમાં વિજુબેન અરજણ છુછર, કવીબેન કરમસી લામકર, આયુષ કરશન લામકા, કંચનબેન મેસુર ખાટરીઆ, નાથા ધનજીભાઈ ખીરસરીયા સહિતનો સમાવેશ થાઇ છે.

ભોગ બનનાર તમામને ભાણવડ સરકારી હોસ્પિટલમાં પ્રથમ સારવાર માટે લઇ જવાયા હતાં પરંતુ કમનસીબ બાબત એ છે કે ત્યાં હડકવા વિરોધી રસી ના હોવાથી તમામને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતાં. શ્ર્વાનના કહેવાતા આતંકથી સમગ્ર જામપર ગામમાં સોપો પડી ગયો હતો. સરકારી શાળા અંદર બાળકો અભ્યાસ કરતા હોવાથી શાળાનો મેઇન દરવાજો તકેદારીના પગલે રૂપે બંધ કરી દેવાયો હતો. સરપંચ અજયભાઈ છુછર સહિત હોસ્પિટલે દોડી ગયા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular