Wednesday, September 11, 2024
Homeરાજ્યજામનગરસાપર નજીકથી યુવાનનો મૃતદેહ સાંપડયો

સાપર નજીકથી યુવાનનો મૃતદેહ સાંપડયો

બે દિવસ પહેલાં ટ્રકની કેબિનમાં આગ લાગી હતી : તે ટ્રક પાછળના ભાગમાંથી મૃતદેહ સાંપડયો : પોલીસ દ્વારા મૃતકની ઓળખ મેળવવા તપાસ

- Advertisement -

જામનગર તાલુકાના સાપર પાટીયા નજીક બે દિવસ પહેલાં એક ટ્રકની કેબિનમાં આગ લાગી હતી. આ ટ્રકની પાછળના ભાગમાં અજાણ્યો યુવાન મૃત હાલતમાં મળી આવતા પોલીસે મૃતકની ઓળખ મેળવવા તપાસ આરંભી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામનગર તાલુકાના સાપર ગામના પાટીયાથી જામનગર તરફના માર્ગ પર બે દિવસ પહેલાં એક ટ્રકની કેબિનમાં કોઇ કારણસર આગ લાગી હતી અને આ આગ ફાયરની ટીમ દ્વારા કાબુમાં લેવામાં આવી હતી. દરમિયાન આ ટ્રકની પાછળના ભાગમાં એક અજાણ્યો 45 વર્ષનો યુવાન ચઢી-ગંજી પહેરેલ મૃત હાલતમાં મળી આવ્યાની અશ્ર્વિનભાઇ હિસુ દ્વારા જાણ કરાતા પીએસઆઈ આર.એચ.બાર તથા સ્ટાફે ઘટનાસ્થળે પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી સંભાળી પીએમ માટે મોકલી યુવાનનું મોત કયાં કારણોસર થયું હતું તે અંગે જાણવા માટે તપાસ આરંભી હતી અને મૃતકની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular