Saturday, July 27, 2024
Homeરાષ્ટ્રીયમાતા પાસેથી શિખો પૈસા બચાવવાની અનેક રીતો

માતા પાસેથી શિખો પૈસા બચાવવાની અનેક રીતો

- Advertisement -

તાજેતરમાં જ મધર્સ ડે ગયો છે ત્યારે દરેક બાળકો એ પોતાની માતાને સર્મપિત કોઇ કવોટ કે રચના કયાંક સોશિયલ મીડિયા પર મુકી હશે ત્યારે આ ફકત કવોટ માટે જ નહીં પરંતુ હકીકત છે કે માતા પાસેથી બાળકોને ઘણું શીખવાનું મળે છે. જેમ કે બચત કઇ રીતે કરવી કયાંથી કેવી રીતે પૈસા બચાવવા એની અનેક રીતો અનેક નુસ્ખ માતા પાસેથી જાણવા મળે છે.

- Advertisement -

આપણે જેમ જેમ મોટા થતા જઈએ છીએ આપણામાં પૈસાની લેવડ દેવડને લઇને સમજ આવતી જાય છે. પરંતુ સૌથી પહેલી પૈસાની લઇને સમજ આપણને કોણ આપે છે ? આપણી માતા. પરિવારના લોકો અને સગા સંબંધીઓ પાસેથી તહેવારો પર મળતા પૈસાને (બચત બેંક) ગલ્લામાં નાખીને ભેગા કરવાનું આપણને માતા શિખવે છે. માતા શિખવે છે કે જરૂરતો અને ચાહતોમાં તફાવત છે. જે ચીજવસ્તુઓને પ્રાથમિકતા છે તેને ખરીદીને પૈસા બચાવીને બાકીના શોખો પૂરા કરી શકાય છે. આમ કઇ જગ્યાએ કેટલાં પૈસા વાપરવા તે આપણને માતા શીખવે છે.

કોઇપ ણ કિંમતી વસ્તુ મેળવવા માટે બાળપણમાં આપણને લક્ષ્યાંક આપવામાં આવે છે જ્યારે કોઇ વિડિયો ગેઇમ્સ કે સાયકલ લેવાની વાત આવે ત્યારે તરત જ આપણને લક્ષ્યાંક આપવામાં આવે છે અને સાથે સાથે શિખવવામાં આવે છે કે પિતા કે દાદા પાસેથી મળેલી પોકેેટમનીમાંથી કઈ રીતે પૈસા બચાવીને આપણે ભવિષ્યમાં વિડિયો ગેઈમ કે સાઈકલ ખરીદી શકાય અને આપણને બિનજરૂરી ખર્ચ અને જરૂરી ખર્ચ વચ્ચેનો તફાવત સમજાવે છે માતાએ મની મેનેજમેન્ટની સૌથી મોટી ગુરૂ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular