Friday, April 19, 2024
Homeરાજ્યજામનગરજામનગરના બે પોલીસકર્મીને સસ્પેન્ડ કરતાં પોલીસ અધિક્ષક

જામનગરના બે પોલીસકર્મીને સસ્પેન્ડ કરતાં પોલીસ અધિક્ષક

- Advertisement -

જામનગર શહેરના સીટી-બી ડિવિઝન પોલીસ સ્ટેશાનમાં ફરજ બજાવતાં બે પોલીસકર્મી વિરુધ્ધ પોલીસ વડા સમક્ષ કરાયેલી રજૂઆતના પગલે એસ.પી.એ બે પોલીસકર્મીને તાત્કાલિક સસ્પેન્ડ કરવાનો આદેશ કરતાં પોલીસ બેડામાં ફફડાટ ફેલાઇ ગયો છે.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ જામનગર શહેરમાં આવેલા સીટી-બી ડિવિઝનના ડી-સ્ટાફમાં ફરજ બજાવતાં હિતેશ ચાવડા અને વનરાજ ખવડ વિરુધ્ધ તરુણના પિતા દ્વારા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ સમક્ષ કરાયેલી રજૂઆતના પગલે એસ.પી.એ આ બન્ને પોલીસ કર્મચારીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાનો આદેશ કરવામાં આવ્યો હતો. ડી-સ્ટાફમાં ફરજ બજાવતાં બે પોલીસકર્મીઓ વિરુધ્ધ તરુણને માર મારવાના પ્રકરણમાં પોલીસ વડા સમક્ષ ભોગ બનનારના પિતા દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી. જેના પગલે પોલીસ અધિક્ષકે બન્ને પોલીસકર્મીને સસ્પેન્ડ કરાતાં પોલીસ બેડામાં ફફડાટ ફેલાઇ ગયો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular