Thursday, November 19, 2026
Homeરાજ્યજામનગરજામનગર જિલ્લામાંથી વધુ એક શખ્સ નશીલા પદાર્થ સાથે ઝડપાયો

જામનગર જિલ્લામાંથી વધુ એક શખ્સ નશીલા પદાર્થ સાથે ઝડપાયો

મોટી ખાવડી ગામમાં એએનડબલ્યુ ટીમનો દરોડો : 736 ગ્રામ ગાંજો કબ્જે : રોકડ, બાઇક, મોબાઇલ મળી રૂા.72,400નો મુદામાલ કબ્જે : લાલપુરના શખ્સની સંડોવણી ખુલી

જામનગર જિલ્લામાં મોટી ખાવડીથી નાની ખાવડી ગામ તરફ જવાનો રોડ તરફથી એન્ટી નાર્કોટીકસ વીંગની ટીમે બાતમીના આધારે શખ્સને 736 ગ્રામ નશીલા પદાર્થ ગાંજાના જથ્થો અને રોકડ તથા મોબાઇલ તેમજ બાઇક સહિતના રૂા.72,400ના મુદામાલ સાથે દબોચી લીધો હતો.

- Advertisement -

સંવેદનશીલ દરીયા કિનારો ધરાવતા હાલારમાંથી અવાર નવાર નશીલા પદાર્થોની ઘુસણખોરી અને વેચાણ કરવામાં આવી રહ્યું છે. આ નશીલા પદાર્થ વેંચાણના કારણે યુવાધન બરબાદ થઇ રહ્યું છે. જોકે છેલ્લા થોડાક વર્ષોથી જામનગર સહિત સમગ્ર રાજ્યમાં નશીલા પદાર્થોના વેંચાણ અને સેવનનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. જીંદગી બરબાદ કરતા આ દુષણ મોટાભાગે ટીનેજરો અને યુવાનોમાં જોવા મળી રહ્યું છે. દરમિયાન સૌથી લાંબો દરીયા કીનારો ધરાવતા જામનગર અને દ્વારકાના દરીયા કીનારાનો ઉપયોગ નશીલા પદાર્થની ઘુષણખોરી માટે કરવામાં આવતો હોવાનું ચર્ચાય રહ્યું છે ત્યારે જામનગર શહેર અને જિલ્લામાંથી અવાર નવાર નશીલા પદાર્થનો જથ્થો ઝડપાવાની ઘટના સામાન્ય બની ગઇ છે. દરમિયાન જામનગર જિલ્લાના મોટી ખાવડી ગામમાં શખ્સ પાસે નશીલા પદાર્થ ગાંજાનો જથ્થો હોવાની એન્ટી નાર્કોટીકસ વીંગના પો.કો. હરવીજયસિંહ જાડેજા અને દિવ્યરાજસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે પોલીસ અધિક્ષક ડો. રવિમોહન સૈનીની સુચનાથી એન્ટી નાર્કોટીકસ વીંગના પીઆઇ ડી.બી. પટેલ, એએસઆઇ ગીરીરાજસિંહ જાડેજા, પો.કો. પરેશસિંહ જાડેજા, દિવ્યરાજસિંહ જાડેજા, હરવિજયસિંહ જાડેજા સહિતના સ્ટાફે રેઇડ કરી હતી.

રેઇડ દરમિયાન એએનડબલ્યુની ટીમે મોટી ખાવડી ગામથી નાની ખાવડી ગામ તરફ જવાના રોડ તરફ ગૌશાળા સામે મેન્ટના ઓટલા પરથી ઇમ્તીયાઝ આમદ મુલા (ઉ.વ.29) (રે.ઇદગાહ મસ્જીદ પાસે, ફૈઝે રઝા હાઉસ,સિકકા, જામનગર) નામના શખ્સને દબોચી લઇ તેની પાસેથી રૂા.36,800ની કિંમતના 736 ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવતા પોલીસે ઇમ્તીયાઝ પાસેથી રૂા.5000ની કિંમતનો મોબાઇલ ફોન રૂા.30,000ની કિંમતનું બાઇક અને રૂા.600ની રોકડ રકમ મળી રૂા.72,400ના મુદામાલ સાથે ઝડપી લઇ પુછપરછ હાથ ધરતા આ નશીલા પદાર્થનો જથ્થો લાલપુરના મોહસીન પાસેથી ખરીદયાની કેફીયત આપી હતી. જેના આધારે એએનડબલ્યુની ટીમ મેઘપર પોલીસને સોંપી આપી ગુન્હો નોંધાવી આગળની તપાસ પીએસઆઇ એમ.એચ. મહેતા દ્વારા કરવામાં આવી રહી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular