સીક્કા કારાભુંગામાં આધેડે એકલવાયુ જીવન અને કામ-ધંધો ન કરી શકતા તેની ચિંતામાં ગળેફાંસો ખાઇ જિંદગી ટૂંકાવી હતી. સીક્કામાં રહેતાં વૃદ્ધે પોતાના પુત્રના મૃત્યુ બાદ ચિંતામાં રહેતા હોય પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો.
બનાવની વિગત મુજબ, પ્રથમ બનાવ સીક્કા કારાભુંગામાં રહેતાં રાજેશભાઈ ઉર્ફે રાજુ બુધાભાઇ દનેચા (ઉ.વ.50) નામના આધેડ એકલવાયુ જીવન જીવતા હોય અને ઓપરેશનના કારણે ડ્રાઈવિંગ કામ ન કરી શકતા હોય જેની ચિંતાને કારણે ગત તા.24 ના રોજ સાંજના સમયે પોતાના ઘરે લુંગી વડે ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી હતી. આ અંગે કાનજીભાઈ દનેચા દ્વારા પોલીસને જાણ કરાતા હેકો એસ.ડી. જાડેજા સહિતના સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો બનાવ, જામનગર તાલુકાના સીક્કા ગામે તીરૂપતિ સોસાયટી બરફના કારખાનાની બાજુમાં રહેતાં સગ્રામભાઈ પુનાભાઈ પરમાર (ઉ.વ.70) નામના વૃદ્ધના પુત્રનું મૃત્યુ થયા બાદ ખૂબ જ ચિંતામાં રહેતાં હોય ગત તા.23 ના રાત્રે આઠ વાગ્યાથી તા.24 ના 10 વાગ્યા સુધીના સમય દરમિયાન પોતાના ઘરે છતના હુંક સાથે દોરી બાંધી ગળેફાંસો ખાધો હતો. તેમને સારવાર માટે જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવતા સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે સામતભાઇ પરમાર દ્વારા પોલીસને જાણ કરાતા હેકો એસ.ડી. જાડેજા સહિતના સ્ટાફ દ્વારા મૃતદેહને પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.