આજે ગણેશ ચતુર્થીના અવસર પર ગણેશ ભગવાનનું ઘરે ઘરે આગમન થઈ રહ્યું છે ત્યારે જામનગરની આયુર્વેદિક સંસ્થા ITRA માં પાંચ દિવસીય ગણેશ મહોત્સવનું અનોખું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દેશના વિવિધ રાજ્યો ઉપરાંત વિદેશી વિદ્યાર્થીઓએ સૌ સાથે મળીને ઉત્સાહભેર ગણેશ મહોત્સવની ઉજવણીમાં ભાગ લીધો હતો.
જામનગરની ITRA માં યોજાઈ રહેલા આ મહોત્સવમાં માત્ર ધાર્મિક ઉત્સવ ન રહેતાં વિવિધ એકતાનું સુંદર ઉદાહરણ બની રહ્યો છે.
View this post on Instagram


