Thursday, April 23, 2026
Homeરાજ્યહાલારમોટા ખડબામાં સોલાર કંપનીના કર્મચારીને ધમકી

મોટા ખડબામાં સોલાર કંપનીના કર્મચારીને ધમકી

લાલપુર તાલુકાના મોટા ખડબા ગામમાં સોલાર પેનલ લગાવવાનું કામ કરતાં યુવાન તથા તેની ટીમના સભ્યોને ગામમાં રહેતાં શખ્સે ગાળો કાઢી પતાવી દેવાની ધમકી આપી હતી.

- Advertisement -

આ બનાવની મળતી વિગત મુજબ લાલપુર તાલુકાના મોટા ખડબા ગામના સર્વે નંબર 972ની જમીન ઉપર સોલાર પેનલ ફિટ કરવાનું ચાલુ હતું. આ કામ સુનિલભાઇ મણિલાલ પટેલ (ઉ.વ.41) નામના માઉન્ટેન રિન્યુબલ પાવર લિ. કંપનીના કર્મચારી તથા ટીમ દ્વારા કરવામાં આવતું હતું. તે દરમ્યાન ગઇકાલે સવારના સમયે મોટા ખડબા ગામમાં રહેતા હરપાલસિંહ નરપતસિંહ જાડેજા નામના શખ્સે આવીને સુનિલભાઇને કહ્યું કે, “અહીં કામ કરતાં નહીં. પહેલાં તમે મને મારી ખેતીની જમીને જવા માટે 100 ફુટ ગાડાં માર્ગ કાઢી આપો.” તેમ કહી બોલાચાલી અને ગાળાગાળી કરી હતી. ત્યારબાદ લાકડાંનો ધોકો ઉગામી સુનિલભાઇના ટાંટિયા ભાંગી નાખવાની તથા મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગેની જાણના આધારે હે.કો. ટી. બી. જાડેજા તથા સ્ટાફએ ગુનો નોંધી આગળની તપાસ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular